Breaking NewsLatest

વલલભીપુર શહેરમાં તાજેતરમાં બનાવેલો સી.સી. રોડ તોડીને ફરી બનાવવા આદેશ

,

અગાઉ રોડ બનતા સમયે વેઠવી પડેલી હાડમારી વેપારી-નાગરિકોએ ફરી ઉઠાવવી પડશે

વલ્લભીપુર: તા ૧
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર શહેરમાં જકાત નાકા વિસ્તારથી પાટીવાડા વિસ્તાર સુધી તહેતરમાં જ મેઈનબજારનો સી.સી. રોડ નબળી ગુણવત્તાનો બનાવ્યો હોવાનું સ્પષ્ટ થતા આ રોડ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આનાથી અગાઉ રોડ બનતા સમયે ઉઠાવવી પડેલી હાડમારીનો સામનો સ્થાનિક વેપારીઓ- નાગરિકોએ ફરીવાર કરવો પડી રહ્યો છે.

ચાર માસ પહેલા બનાવવામાં આવેલા સી.સી. રોડ નબળી ગુણવત્તાનો હોવાની ફરિયાદો મળતા રોડ મટિરિયલનો એફ.એસ.એલ. રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ તમામ રિપોર્ટ નેગેટિવ આવતા રોડ તોડી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વારંવાર રોડ બનાવવા અને તોડવાની આ પ્રક્રિયાથી વ્યાપારીઓ પરેશાન થઈ ગયા હોવાનું સ્થળ તપાસમાં ખુલવા પામ્યું છે. મેઈન બજારનો રોડ હોવાથી આજુબાજુના ગામમાંથી ખરીદી કરવા આવતા લોકો તથા સરકારી હોસ્પિટલ જતાં દર્દીઓને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડતા લોકોમાં અને દર્દીઓમાં રોષની લાગણી વ્યાપી છે.

ચારેક માસ પહેલા જે સી.સી રોડનું કામ કરવામાં આવ્યું હતું તે કામ અત્યંત ખરાબ થયું હોય તેવું નરી આંખે પણ જોઈ શકાતું હતું. આ અંગે હોબાળો મચતા નગરપાલિકા સફાળી જાગી હતી.નાગરિકોએ રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ભાગબટાઈ થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે ભાવનગરથી ઉચ્ચ અધિકારીઓ સ્થળ તપાસાર્થે વલ્લભીપુર દોડી આવ્યા હતા. જ્યાં સેમ્પલ લઈ એફએસએલમાં મોકલાયા હતા. જે તમામ સેમ્પલ ફેઈલ થતાં વલભીપુર નગરપાલિકાને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે એજન્સીનું બિલ ચૂકવવું નહીં અને જો બિલ ચૂકવાઈ ગયું હોય તો રિકવરી કરવી. રોડનું કામ તોડીને ફરી વાર એજન્સીએ બનાવી આપવાનું રહેશે જેનો તમામ ખર્ચ એજન્સીનો રહશે એવી તાકીદ કરવામાં આવી હતી. જ્યારે હવે આ માર્ગ તોડીને નવેસરથી બનાવવાની કામગીરી આરંભાઇ છે ત્યારે ફરીથી કામમાં કોઈ ગેરરીતિ ન થાય એ જોવા માટે પાલિકાની જવાબદારી ફિક્સ કરવામાં આવી છે.

અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *