Breaking NewsLatest

વાલીઓ માટે ધ્યાનરૂપ કિસ્સો: ૭ વર્ષનું બાળક ૧૪ ચુંબકીય મણકા ગળી ગયું અને અમદાવાદ સિવિલમાં કરાઈ ઐતિહાસિક સર્જરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક જટીલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. સાત વર્ષનું બાળક રમત-રમતમાં ૧૪ જેટલા ચુંબકીય મણકા ગળી ગયું હતુ. આ મણકાએ આંતરિક આકર્ષણના કારણે આંતરડામાં સાત કાણા પાડ્યા. સમયસર આની સર્જરી કરવામાં ના આવે તો બાળકના જીવને જોખમ હતું. પરંતુ ફરી એક વખત સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના નિષ્ણાંત તબીબોએ પોતાની નિપુણતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

મૂળ રાજસ્થાનના પ્રેમજીભાઇ કે જેઓ અમદાવાદમાં કેટરીંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો ૭ વર્ષનો દીકરો કે જે ઘોરણ ૨ માં અભ્યાસ કરે છે રમત રમતમાં ૧૪ મણકા ગળી ગયો હતો.પરિવારજનોને આ વાતનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે બાળકની તબીયત નાદુરસ્ત બનતા તેને ખાનગી હોસ્પિટલમાં મેડિકલ તપાસ અર્થે લઇ ગયા. જ્યા પેટમાં વિવિધ ચુંબકીય મણકા હોવાનું સામે આવ્યું.


પરિવારજનો ચિંતાતુર બનતા સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં આવી પહોચ્યા. અહીના તબીબોએ બાળકનો એક્સ-રે અને સી.ટી. સ્કેન કરીને નિદાન કરતા જ્ઞાત થયું કે, બાળકના પેટમાં જુદા-જુદા ૧૪ મણકા છે. જે હોજરી પછી આવેલા નાના આંતરડા સુધી પહોંચ્યા છે.

સિવિલ હોસ્પિટલના તબીબો માટે પણ બાળકના પેટમાં ચુંબકીય મણકા હોવાની આ પ્રથમ ઘટના હતી.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ.રાકેશ જોષી અને તેમની ટીમ દ્વારા બાળકની સર્જરી હાથ ધરવામાં આવી. સર્જરી દરમિયાન માલુમ પડ્યું કે શરીરમાં રહેલા ૧૪ મણકા આંતરિક આકર્ષણના કારણે ઘર્ષણ ઉત્પન્ન કરી રહ્યા હતા અને આંતરડામાં ૭ કાણા પાડ્યા હતા. જેના પરથી જ માલૂમ પડે કે સર્જરી કેટલી જટીલ અને જોખમી રહી હશે.

સિવિલ હોસ્પિટલના તબીબોએ ત્રણ કલાકની ભારે જહેમત બાદ સમગ્ર સર્જરી સફળતાપૂર્ણ પાર પાડીને બાળકના શરીરમાં એક પછી એક એમ તમામ ૧૪ મણકા બહાર કાઢ્યા અને બાળકને મોતના મુખમાંથી ઉગાર્યો.
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી કહે છે કે, મારી તબીબી કારકિર્દીમાં ફોરેન બોડી એટલે કે બાળક બાહ્ય પદાર્થ જેવા કે સિક્કા, પેન,ટાંકણી ગળી ગયું હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતુ કોઇપણ બાળક ચુંબકીય મણકા ગળી ગયું હોય તેવો આ પ્રથમ કિસ્સો હતો.

આ સર્જરીની જટીલતા વર્ણવતા ડૉ.જોષી કહે છે કે, નાના બાળકમાં હોજરીની ખૂબ જ નજીક આંતરડાનું સ્થાન હોય છે. જેથી આ અંતર ખૂબ જ ઓછુ હોવાથી ઓપરેશનનું રિસ્ક તેટલું જ વધુ થઇ જાય છે. આંતરડામાં જુદી જુદી જગ્યાએ ચોંટેલા ૧૪ ચુંબકીય મણકાએ આંતરડાની દિવાલમાં અનેક કાણાં પાડ્યા હતા. જેથી આ સર્જરી કરીને તમામ ટુકડાઓને એકસાથે કાઢવા જરૂરી હતા. જેથી સર્જરી વખતે ૧૪ ચુંબકીય મણકાને બહાર કાઢવા માટે બે જગ્યાએ આંતરડામાં કાંપ મૂકીને બહાર કાઢ્યા બાદ ટાંકા લેવા પડ્યા છે.સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગની ડૉ. જોષી અને ડૉ. અઝીઝ રત્નાની તેમજ એનેસ્થેસિયા વિભાગના ડૉ. સીમા ગાંધી અને તેમની ટીમની કોઠાસુઝના પરિણામે ઓપરેશનને સરળતાથી પાર પાડી શકાયું.

ડૉ. જોષી નાની બાળકોને ચુંબક, રૂપિયાનો સિક્કો કે અન્ય ચિજ વસ્તુઓ કે જે બાળક સરળાથી ગળી જાય તે આપવાનું ટાળવાની અને તેનાથી દૂર રાખવાની સલાહ આપે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *