અમિત પટેલ
ગુજરાતના સૌથી પછાત એવા બનાસકાંઠા જીલ્લામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે 24 કલાક અગાઉ જનતા રેડ કરી તેમના મત વિસ્તારમાંથી દારૂ ઝડપ્યો હતો, જો કે સામા પક્ષે બુટલેગરના સાગરીત એવા રાજસ્થાનથી ગુજરાત માં દારૂ લઇ આવતાં જીપચાલકે પણ ક્રોસ ફરીયાદ નોંધાવી છે અને જાહેર કર્યું છે કે જનતા રેડમાં સામેલ ધારાસભ્યના સમર્થકો પૈકીના બે ઈસમોએ તેને ગોંધી રાખી માર માર્યો હતો.ચૂંટણી આવતા જ કેટલાક ધારાસભ્યો આવી જનતા રેડ કરી પ્રસિદ્ધિ મેળવી લેતા હોય છે પણ જયારે તેમના વિસ્તારના લોકોજ રેડ કરનાર ધારાસભ્ય પર આક્ષેપો કરે ત્યારે રાજકારણ અલગ તરી આવતુ હોય છે.
બનાસકાંઠામાં જનતા રેડમાં મામલો હવે એવો ગરમાયો છે.કે ગેનીબેન ઠાકોર ફરીથી વિવાદ મા આવ્યા છે.બનાસકાંઠાના સક્રિય ધારાસભ્યની છાપ ધરાવતા ગેનીબેન ઠાકોરે 2017 ની વિધાનસભા ચૂંટણી વખતે ઉત્તર ગુજરાતના મજબુત નેતા શંકર ચૌધરીને હરાવીને લાઇમ લાઈટમા આવ્યા હતા.પોતે વાવ સરહદી વિસ્તારના ધારાસભ્ય હોવા છતા તેમનુ નિવાસ સ્થાન ભાભર હતુ.ગેનીબેન દ્વારા અવારનવાર સમાજ ઉપયોગી કામગીરી કરાય છે પણ ક્યારેક આવા દાવ ઊંધા પડી જતા હોય છે અને આવુંજ જનતા રેડ બાદ સ્થાનીક લોકોએ ગેનીબેન પર અનેક પ્રકારના આક્ષેપો કરતા મામલો ફરીથી ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
@@ સ્થાનીક લોકોએ ગેનીબેન પર અનેક આક્ષેપો કર્યા @@
વાવ ના સક્રીય ધારાસભ્ય ગેનીબેન ઠાકોર વિરુદ્ધ સોશિયલ મીડિયામા વાંધાજનક નિવેદનો નો મારો શરુ કરાયો હતો.મોટાભાગના બુટલેગર ગેનીબેન ઠાકોર સાથે સંકળાયેલા હોવાના સ્થાનિકો ના ગંભીર આક્ષેપ કરાયા હતા .જેમા ગેનીબેનના પતિ, ભાઇ અને પુત્ર પણ દારૂના ધંધા સાથે સંકળાયેલા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા.જનતા રેડમાં દારૂ ભરેલ પીક અપડાલુ અને આરોપીને પકડવામાં આવ્યો હતો.ગેનીબેનના વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે તેમના પરીવારના નજીકના લોકો દારૂનો વ્યવસાય કરે છે.
@@ આરોપીએ વિડિઓમા આક્ષેપ કર્યા @@
ધારાસભ્યની જનતા રેડ બાદ ઝડપાયેલ આરોપીએ જણાવ્યું હતું કે મને ગેનીબેન ના સમર્થકોએ મને માર માર્યો છે અને ગોંધી રાખ્યો છે સામે કેટલાક આગેવાનો દ્વારા પણ ગેનીબેન ના પરિવારના સભ્યો દારૂના ધંધા સાથે સંકળાયેલા હોવાની વાત કરી હતી પોતાના પરીવાર પર થયેલા આક્ષેપો ને ગેનીબેને ફગાવ્યા હતા