શક્તિપીઠ અંબાજી દેશના 51 શક્તિપીઠ માં આદ્યશક્તિ પીઠ તરીકે જાણીતું છે અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોઈ અને મા અંબાની પૂનમ હોય વહેલી સવારથી માઇ ભકતોનો ભારે ધસારો મંદિર ખાતે જોવા મળ્યો હતો. આજે બપોર બાદ પાલનપુર ખાતેથી વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા અંબાજી ખાતે આવીને અંબાજી મંદિરના ચાચર ચોકમાં સફાઈ કર્મચારીઓ સહિત વિવિધ લોકો ને રાખડી બાંધવામાં આવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની દ્વારા દાંતા તાલુકા સંયોજક જલ્પાબેન દરજી, અંબાજી તાલુકા સંયોજીકા હજારીબેન પરમાર સાથે અન્ય બહેનો દ્વારા રક્ષાબંધન બંધન ના પાવન પર્વે અને પૂનમ ના દિવસે અંબાજી મંદિર ના પ્રાંગણમા સફાઈ કર્મચારીઓ, મંદિરના પૂજારીઓ પોલીસ સ્ટાફ, જીઆઇએસએફએસ સ્ટાફ અને એસઆરપી જવાનોને તેમજ બીજા અન્ય લોકોને રક્ષા કવચ એવી રાખડી બાંધી ને સમરસતા નું ઉદાહરણ પૂરું પાડીને રક્ષાબંધન પર્વ ઉજવવામા આવ્યું હતું
પ્રહલાદ પૂજારી અંબાજી