શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી ખાતે નવરાત્રી પર્વ ધામધૂમથી પૂર્ણ થયેલ છે અને દિવાળી ની તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે સોમવારે રાત્રે શક્તિ દ્વાર ગેટ આગળ માતાજીની મૂર્તિ પાસે અંબાજી ના ભક્તો દ્વારા ભજન સંધ્યા નો કાર્યક્રમ યોજાયો હતો.
ગુરુ મહારાજ મંડળ અને હનુમાનજી મંડળ દ્વારા અંબાજી મંદિરના શક્તિ દ્વાર ગેટ આગળ સોમવારે રાત્રે ભજન-કિર્તન યોજયા હતા જેમાં મોટી સંખ્યામાં ભજન કરવા ભકતો આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભજન કીર્તન યોજાયા હતા. સુખશાંતિ માટે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો
અંબાજી પ્રહલાદ પૂજારી