અમદાવાદ: શહેરના વાડજ ખાતે આવેલ નીમા વિધાલયના વિધાર્થીઓની વિશ્વ ધ્વજ દિવસ નિમિતે ડોનેશન ડ્રાઈવ યોજી 3 લાખથી વધુ રકમ એકત્ર કરી નાખી છે જે ખૂબ જ પ્રશ્સનીય કાર્ય કહી શકાય.
અમદાવાદના નવા વાડજમાં આવેલી નીમા વિધાલયના વિધાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ વર્ષ ૨૦૧૬-૧૭ થી અત્યાર સુધી સાડા ત્રણ લાખથી વધારે રકમ એકત્રિત કરીને ‘વિશ્વ ધ્વજ દિવસ’ નિમિતે સૈનિક કલ્યાણ ભડોળમાં જમા કરાવીને રાષ્ટ્રપ્રેમ માટે બાળકોને પ્રેરણા આપી પ્રોત્સાહિત કર્યા છે. ત્યારે ચાલુ વર્ષ ૨૦૨૧ – ૨૨ના વર્ષમાં પણ વિધાર્થીઓએ એક લાખ રૂપિયા કરતા વધુ રકમ સૈનિક કલ્યાણ ભડોળ માટે ભેગી કરેલ છે. રાષ્ટ્રપ્રેમી બાળકો અને શિક્ષકો અને વાલીઓ ખરેખર અભિનંદન ને પાત્ર છે. આજનું યુવાધન દેશ માટે સજ્જ અને તત્પર જોવા મળી રહ્યું છે તે જાણી ગર્વ અનુભવાય જ. ધન્ય છે વિદ્યાર્થીઓના આ ઉમદા કાર્યને..