ગુરુવારે ઇન્દોરમાં સંત શ્રી મોરારીબાપુએ જણાવ્યું હતું કે હું કંઇપણ બોલું તો તેને કાપીને બતાવાવમાં આવે છે. આગળની વાત સાંભળશો તો કોઇ વિવાદ થઇ શકે નહીં. અત્યાર સુધી તો રાજનેતા એકબીજા ઉપર કીચડ ઉછાળવા માટે ઓરિજનલ વિડિયો સાથે છેડછાડ કરતાં હતાં અને તેઓની છબી ખરડવાનો પ્રયાસ કરતાં હતાં, પરંતુ હવે સંતોનાં વિડિયો સાથે પણ છેડછાડ થઇ રહી છે અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ વિચારવાનો વિષય છે.
પાંચ વર્ષ જૂના વિડિયો સાથે છેડછાડ કરીને સોશિયલ મીડિયા ઉપર ભ્રામક પ્રચાર : ભક્તોમાં રોષ