“કલા મહાકુંભ”માં ૭૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા સાબરકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો “કલા મહાકુંભ” વડાલી ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાની વિવિધ શાળાના ૭૩૦ જેટલા વિધાર્થિઓ ભાગ લીધો હતો.
જિલ્લાના બાળ કલાકરોની પ્રતિભા બહાર લાવવા માટે ગુજરાત સરકાર દ્રારા આ કલા મહાકુંભની શરૂઆત કરવામાં આવી છે. બાળ પ્રતિભા બહાર આવવાની સાથે તેમનામાં કલા પ્રત્યે રૂચિ પેદા થાય અને બાળકોને સ્પર્ધાત્મક વાતાવરણ મળે તે માટે સરકાર દ્રારા આ પ્રકારના કાર્યક્ર્મ યોજવામાં આવે છે. આ જિલ્લાકક્ષાના કલા મહાકુંભમાં સાબરકાંઠા જિલ્લાના ૭૩૦ જેટલા વિદ્યાર્થી કલાકારોએ ભાગ લીધો હતો.
જિલ્લાકક્ષાના કલા મહાકુંભમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, વડાલી મામલતદારશ્રી, જિલ્લા રમતગમત અધિકારી હર્ષાબેન ઠાકોર, પ્રાંત યુવા વિકાસ અધિકારી આશાબેન પટેલ, પ્રાંત યુવા વિકાસ અધિકારી રાકેશભાઈ ચૌધરી, આચાર્યશ્રી, ટ્રસ્ટના સભ્યો અને શિક્ષકગણ સહિત કલાકાર વિધાર્થિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.