Breaking NewsLatest

સાબરમતી જેલના કેદીઓ માટે “સ્વાસ્થ્ય સુધા” કાર્યક્રમ શરૂ કરાયો. પ્રીઝન રેડિયો દ્વારા કેદીઓને દર ગુરૂવારે આરોગ્ય સંલગ્ન માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ કેદીઓના સુધારણા, પુનર્વસન અને પુનર્જીવન માટેની વિવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે.

સમય જતાં વિવિધ આધ્યાત્મિક સંગઠનોએ પણ કેદીઓનું મનોબળ વધારવામાં ભૂમિકા ભજવી છે.
તાજેતરમાં જેલના કેદીઓની માસ કમ્યુનિકેશન સ્કીલ વધારવા રેડીયો શરૂ કરવામાં આવ્યો છે. આ રેડિયોની મદદથી કેદીઓના સ્વાસ્થ્યની દરકાર કરી તંત્ર દ્વારા રોટરી ક્લબ અમદાવાદ એરપોર્ટના સહયોગથી સ્વાસ્થ્ય સુધા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

જેમાં તેમના જીવનને લગતા આરોગ્યના વિવિધ મુદ્દાઓ વિશે જ્ઞાન આપીને તેને વધુ અસરકારક બનાવવામાં આવશે. દર ગુરુવારે ૪ વાગ્યાથી ૪:૩૦ વાગ્યા સુધી રેડિયો પ્રીઝન સ્ટુડિયોથી આરોગ્ય સંલગ્ન મુદ્દા ઉપર કેદીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

માનસિક આરોગ્ય, તંદુરસ્તી, ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર, હૃદયની સંભાળ, યકૃત, દંત સમસ્યાઓ, વ્યસનમુક્તિ જેવા વિવિધ મુદ્દાઓ આ કાર્યક્રમમાં ધ્યાનમાં લેવામાં આવશે. આરોગ્ય સંલગ્ન વિષયના નિષ્ણાંત ડોકટરો આ મુદ્દાઓ પર કેદીઓને માર્ગદર્શન સલાહ-સૂચન પૂરું પાડશે.
ગુજરાત રાજ્યના એ.ડીજીપી અને જેલ આઈ.જી ડૉ‌. કે.એલ.એન. રાવ ના માર્ગદર્શન હેઠળ સાબરમતી જેલના એસપી શ્રી રોહન આનંદેના સહયોગથી આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે રોટરી ક્લબ અમદાવાદ એરપોર્ટ છેલ્લા 20 વર્ષથી ઘણા આરોગ્ય સંબંધિત પ્રોજેક્ટ્સમાં સામેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *