Breaking NewsLatest

સિવિલની કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે ૫૦ હજાર જેટલી કીમોથેરાપી અને ૭ હજાર જેટલી કેન્સરગ્રસ્ત રેડીયોથેરાપીની સારવાર મેળવતા દર્દીઓ

અમદાવાદ: અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલ ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં છેલ્લા ત્રણ વર્ષમાં વર્ષ 2018માં કેન્સર હોસ્પિટલમાં 17449 પુરુષ દર્દીઓએ, વર્ષ 2019માં 17444 અને કોરોનાકાળના વર્ષ 2020 માં 9912 પુરુષ દર્દીઓએ કેન્સરની સારવાર મેળવી છે.
જ્યારે સ્ત્રીઓમાં વર્ષ 2018 માં 11844 , વર્ષ 2019માં 12052 અને કોરોનાકાળના વર્ષ 2020માં 6932 દર્દીઓએ કેન્સરની સારવાર અમદાવાદ સિવિલ સંકુલની કેન્સર હોસ્પિટલમાં કરાવી.
કેન્સર હોસ્પિટલમાં વર્ષ ૨૦૧૯માં ૨૯૪૯૯ જ્યારે વર્ષ ૨૦૧૮ માં ૨૯૨૯૩ કેન્સરગ્રસ્ત દર્દીઓએ કેન્સર હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. જેમાંથી વર્ષ ૨૦૧૯માં ૨૮૨૬૬ અને વર્ષ ૨૦૧૮માં ૨૮૦૫૪ પુખ્ત વયના દર્દીઓ, વર્ષ ૨૦૧૯માં ૧૨૩૩ અને વર્ષ ૨૦૧૮માં ૧૨૩૯ બાળ દર્દીઓનો સમાવેશ થાય છે. કેન્સર હોસ્પિટલમાં વર્ષ ૨૦૧૯માં ૪૧૦૭ અને વર્ષ ૨૦૧૮માં ૪૦૧૮અત્યંત જટીલ, રેર અને અતિગંભીર કહી શકાય તેવા પ્રકારની સર્જરીઓ હાથ ધરવામાં આવી. જ્યારે વર્ષ ૨૦૧૯માં ૮૧૩૮ અને વર્ષ ૨૦૧૮માં ૮૪૯૫ જેટલી સામાન્ય સર્જરી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯માં ૬૮૭૩ અને વર્ષ ૨૦૧૮માં ૭૨૩૮ દર્દીઓએ રેડીએશન થેરાપી અને વર્ષ ૨૦૧૯માં ૪૯૬૧૧ , વર્ષ ૨૦૧૮માં ૫૦૧૩૬ દર્દીઓએ કીમો થેરાપીની સારવાર મેળવી હતી.
ફક્ત કોરોનાકાળનો ચિતાર જોવામાં આવે તો કેન્સર હોસ્પિટલમાં 10199 કેન્સરના કેસ નોંધાયા હતા જેમાંથી 9629 પુખ્તવયના દર્દીઓ અને 570 બાળકોનો સમાવેશ થાય છે. અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં 1409 અત્યંત ગંભીર પ્રકારની જટિલ કેન્સર સર્જરીઓ હાથ ધરવામાં આવી જ્યારે 2199 સામાન્ય સર્જરીઓ કરવામાં આવી હતી. કેન્સરના ભોગ બનેલા દર્દીઓને અત્યંત જરૂરી સારવાર એવી રેડીએશન થેરાપી અને કિમો થેરાપી પર નજર નાંખીએ તો 2575 દર્દીઓને વિવિધ પ્રકારની રેડીએશન થેરાપીની સારવાર અને 18996 કીમો થેરાપીની સારવાર આપવામાં આવી.
સમગ્ર ગુજરાતના કેન્સર હોસ્પિટલના મુખ્ય કેન્દ્ર એવા જી.સી.આર.માં નોંધાયેલા આંકડા પ્રમાણે વર્ષ દરમિયાન આવતા કેન્સરગ્રસ્ત પુરુષ દર્દીઓમાંથી ૨૧.૮૧ % દર્દીઓને મોંઢાનું, ૧૦.૮૯ % દર્દીઓને જીભના ભાગનું, ૯.૭૪% દર્દીઓને ફેફસાનું, ૪.૨૭% દર્દીઓને અન્નનળીનું અને ૩.૯૮ દર્દીઓમાં લ્યુકેમીયાનું કેન્સર જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓમાં ૨૧.૫૮ % સ્તનનું(બ્રેસ્ટ) કેન્સર, ૧૪.૨૩% ગર્ભાશયનું કેન્સર, ૭.૭૨% મોઢાનું અને ૫.૧૩ ટકા સ્ત્રીઓમાં જીભના ભાગનું કેન્સર જોવા મળે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 678

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *