રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરતના પાલ વિસ્તારમાં આવેલી શ્રુતિ હાઈટ્સના એપાર્ટમેન્ટના ગેટ પાસે બપોરના સમય મહિલા આરામથી ખુરશી પર બેઠી હતી. તે સમયે સોસાયટીના ગેટ પાસે અન્ય એક મહિલા પર બેઠી હતી. ખુરશી પર બેઠેલી મહિલા કંઈ સમજે તે પહેલા જ તેના ઉપર સ્લેબ પોપડા ધડાકાભેર પડી આવ્યા હતા. જેને કારણે મહિલાના માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. મહિલા ખુરશી પર બેઠી હતી. એકાએક પોપડા પડતા ખુરશી નીચે પડી ગઈ હતી. તેની બાજુમાં બેઠેલી મહિલા પણ આશ્ચર્યચકિત થઇને ઇજાગ્રસ્ત મહિલા તરફ દોડી આવી બૂમાબૂમ કરી દીધી હતી. મહિલા ઉપર સ્લેબનો ભાગ તૂટી પડતાં ધડાકાભેર અવાજ આવ્યો હતો. તેના કારણે આસપાસના લોકો પણ દોડતાં તે મહિલા નજીક આવી ગયા હતા.સિક્યુરિટી પણ નજીકમાં જ બેઠો હતો. તે તાત્કાલિક અસરથી સિક્યુરિટી ઓફિસની બહાર દોડી આવીને મહિલાઓ પરથી કાટમાળ દૂર કર્યો હતો. તેમજ અન્ય લોકો દ્વારા મહિલાને ઉભી કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાના માથામાં એટલી ગંભીર ઇજા થઇ કે 30થી વધુ ટાંકા લેવાની ફરજ પડી હતી.સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી..
સુરતના પાલ વિસ્તારની ધટના…
પાલ વિસ્તારમાં આવેલી શ્રુતિ હાઈટસના અપાર્ટમેન્ટ ની ઘટના…..
શ્રુતિ હાઈટસ અપાર્ટમેન્ટના ગેટ પાસે બપોરના સમયે મહિલા પર સ્લેપ ના કપડા પડવની ઘટના…
મહિલાની માથા પર સ્લેપ ના પોપડા પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો…
સ્થાનિક લોકો દ્વારા મહિલાને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો…
મહિલાની માથે ૩૦ ટાકા આવ્યા હતા..
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થવા પામી હતી