રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડિસપોઝલ સાઈટ પર JCBનું ટાયર ફાટયું હતું. જેથી પાલિકામાં સફાઈ કર્મચારી તરિકે નિયુક્ત થયેલા યુવકનું મોત નીપજ્યું હતું. સફાઈ કર્મચારીના મોતને પગલે પરિવારે ભારે આક્ષેપ કર્યા હતાં. 3 મહિના પહેલાં જ લગ્નજીવનની શરૂઆત કરનાર શૈલેષ સોનવાડિયાના પરિવારે આક્ષેપ સાથે કહ્યું કે, સફાઈ કર્મચારી તરિકે નિયુક્તિ થઈ હોવા છતાં વાહનોના પંચર અને રિપેરિંગના કામો કરાવવામાં આવતાં હતાં. જેથી પાલિકાની લાપરવાહીથી મોત થયું છે.જેને પગલે ડોકટર બાબા સાહેબ આંબેડકર સફાઈ કામદારના યુનિયન દ્વારા સુરત મહાનગર પાલિકા સામે ધરણાં બેશું.રોષ વ્યક્ત કર્યો હતો.અને જ્યાર સુધી શૈલેષ સોનાવાડીયાને ન્યાય ના મડે તે માટે ધરણા પર બેસી સુરત મહાનગરપાલિકાને ચીમકી આપવામાં આવી હતી કે માગ નહિ સ્વીકારવામાં આવે તો બે થી ચાર દિવસમાં શહેરમાં તથી સફાઈ કામગીરી બંધ કરવામાં આવશે..
સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે..
સફાઈ કર્મચારી પાસેથી ટેકનીકલ કામગીરી કરવામાં આવતી હતી..
જેસીબી મશીનનું પંચર બનાવતી વેળા ટાયર ફાટતા સફાઈ કામદારનું મોત નિપજ્યું હતું..
પરિવારજનોએ સુરત મહાનગર પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો..
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સફાઇ કામદાર યુનિયન ધરણા પર બેસી મનપાને ચીમકી આપી હતી..