Breaking NewsLatest

હર હાથ કો કામ સાથે ગરીબી નિર્મૂલનનું માધ્યમ બનતો ગરીબ કલ્યાણ મેળો. સહાય બદલ આભાર વ્યક્ત કરતાં જામનગરના લાભાર્થીઓ

જામનગર : ૨૦૦૯થી ગુજરાતના દરેક વ્યક્તિને કામ માન અને સન્માનભેર જીવવા માટે ગરીબ કલ્યાણની ઉદ્દાત્ત ભાવના સાથે વર્તમાન પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ થકી દરિદ્રનારાયણના ઉન્મૂલનના પ્રયાસોને હાથ ધર્યા, વડાપ્રધાનશ્રીના આ પથ પર આગળ વધતા વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ અંત્યોદયના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગરીબ કલ્યાણ મેળા-૨૦૨૨ દ્વારા રાજ્યના અંત્યોદય ઉન્મૂલનના કાર્યને આગળ ધપાવ્યું છે.

 

ગરીબ કલ્યાણ મેળાએ વર્ષોથી અનેક પરિવારોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ કર્યું છે ત્યારે જામનગરના હાપા ખાતે યોજાયેલ મેળામાં રાજ્ય સરકારના સમાજ સુરક્ષા કચેરી અંતર્ગતની દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં સહાય મેળવનારા રાધિકાબેન ચાવડાએ કહ્યું હતું કે, દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં વ્યક્તિદીઠ ૫૦૦૦૦નો લાભ સરકાર દ્વારા આપવામાં આવે છે.

આ રકમ અમારા માટે ખૂબ મોટી અને મહત્વની છે, ત્યારે અમે બંને પતિ-પત્ની દિવ્યાંગ હોઈ અમને રૂ.૧ (એક) લાખની રકમની સહાય જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તરફથી માત્ર ૧૨ જ દિવસમાં અમારા ખાતામાં મળી છે. આ યોજનામાંથી મળેલ રકમમાંથી ત્રણ વ્હીલવાળા સ્કૂટરની ખરીદી કરી હોય અમારા વ્યાવસાયિક સ્થળ પર જવા માટે તેમજ રોજિંદા કાર્યો માટે સુવિધા થઈ છે ત્યારે આ યોજનાના ખૂબ જ ટુંકા સમયમાં મળેલા લાભ અને રાજ્ય સરકારની અમારા માટેની ભાવના માટે ખૂબ ખૂબ આભાર વ્યકત કરું છું.
તો લાલપુર તાલુકાના મનોજભાઈ સોલંકીને સરકારની મફત પ્લોટ, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અને શૌચાલયની ત્રિવિધ યોજનાનો લાભ મળ્યો છે.

આ માટે ખુશી વ્યકત કરતા મનોજભાઈ સોલંકીએ કહ્યું હતું કે, અમે લાલપુર ગામના વાડી વિસ્તારમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા. ચોમાસાના સમય દરમ્યાન ઝુંપડામાં પાણી ભરાઈ જતું હતું તેમજ વાવાઝોડાના સમયમાં ઝૂંપડા ઉડી જતા અમે છત વગરના થઈ જતા હતા. આવા સમયમાં સરકારની ત્રણ યોજનાનો લાભ મળતા મફત પ્લોટની સહાય મળી તેના પર પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પોતાનું ઘરનું ઘર બન્યું અને ઘરમાં શૌચાલયની સુવિધાનો પણ લાભ મળ્યો. આ રીતે અમને પ્લોટ, મકાન અને શૌચાલયની ત્રિવિધ યોજનાનો લાભ આપી જીવનમાં આગળ વધવામાં સરકારની મદદ મળી જે માટે અમે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ.

જામનગર ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળા પહેલા અને અને મેળા દરમ્યાન મળી રાજ્ય સરકારના કુલ ૨૦થી વધુ વિભાગોની ૧૧૫ જેટલી યોજનાઓના કુલ ૪૮,૫૯૪ લાભાર્થીઓને રૂ.૧૯૭ કરોડથી વધુના લાભો એનાયત કરાયા હતા. આમ અંત્યોદયના ઉત્થાન અને હર હાથ કો કામ તેમજ રાજ્યના જન – જનના વિકાસ માટે ગરીબ ક્લ્યાણ મેળા દ્વારા રાજ્ય સરકાર લોકોને સ્વાવલંબનના પથ પર આગળ વધવા મદદરૂપ બની રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *