કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની દ્વારા આગામી બે દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તા.૦૭ માર્ચ ૨૦૨૨ અને ૦૮ માર્ચ ૨૦૨૨ દરમિયાન અરવલ્લી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે. જે ધ્યાને લઇ હવામાન વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોએ કાળજી રાખવાનું જણાવામાં આવ્યું છે
જિલ્લામાં હાલમાં ઘઉ, ચણા, તમાકુ તેમજ દિવેલાનો પાક તૈયાર થયેલ હોય તો હાલ પુરતુ કાપણી ટાળવી. જો કાપણી થઇ ગઇ હોય તો તાડપત્રી ઢાંકીને રાખવી. ખેડૂતોએ પોતાનો ઉત્પાદિત થયેલ ખેત પેદાસને સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા અથવા તાડપત્રીથી ઢાંકીને રાખવી અને તાડપત્રી હાથવગે રાખી પોતાની ખેત પેદાસને વેચાણ અર્થે એપીએમસીમાં લઇ જતી વખતે ખેત જણસીઓ તાડપત્રી ઢાંકીને લઇ જવી. જિલ્લામાં બે દિવસ વરસાદી ઝાપટા પડવાની આગાહી છે તેવા સમયે વેચાણ શક્ય હોય તો ટાળવું અને એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા માટે વેપારી મિત્રોને જણાવામાં આવ્યું. હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવ્યું કે જે ખેડૂતો બાગાયતી ખેતી કરે છે તેમને પણ પોતાનો પાક ઉપર કાળજી લેવી બાગાયતી અને શાકભાજીના વગેરે પાક તૈયાર હોય તો તુરંત ઉતારી લેવાનું હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવ્યું છે.