Breaking NewsLatest

156 જહાજ અને 62 વિમાન સાથે એક પ્રચંડ દળ તરીકે વિકાસ કરતા ભારતીય તટરક્ષક દળ દ્વારા 45મો રાઇઝિંગ દિવસ ઉજવવામાં આવ્યો.

અમદાવાદ: ભારત તટરક્ષક દળ દ્વારા 01 ફેબ્રુઆરી 2021ના રોજ ‘45મા રાઇઝિંગ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. 1978માં માત્ર 07 સરફેસ પ્લેટફોર્મ સાથે શિષ્ટપૂર્ણ શરૂઆત કરનારા ICGએ અત્યાર સુધીમાં પોતાની ઇન્વેન્ટરીમાં 156 જહાજ અને 62 વિમાન સાથે એક પ્રચંડ દળ તરીકે વિકાસ કર્યો છે અને 2025 સુધીમાં તે 200 સરફેસ પ્લેટફોર્મ અને 80 એરક્રાફ્ટ ધરાવતું દળ બનવાનું લક્ષ્ય ધરાવે છે.

દુનિયામાં ચોથા ક્રમના સૌથી મોટા તટરક્ષક દળ તરીકે ભારતીય તટરક્ષક દળે ભારતના દરિયાકાંઠાઓની સુરક્ષામાં અને ભારતના સમુદ્રી ક્ષેત્રમાં નિયમનોનો અમલ કરવામાં ખૂબ જ નોંધનીય ભૂમિકા નિભાવી છે. “વયમ રક્ષામ:” એટલે કે “અમે સુરક્ષા આપીએ છીએ”ના મુદ્રાલેખ સાથે, આ સેવાદળે 1977માં તેના પ્રારંભથી આજદિન સુધીમાં 10,000થી વધુ લોકોના જીવ બચાવવાનો અને 14,000થી વધારે ઘુસણખોરોને ઝડપી લેવાનો શ્રેય પ્રાપ્ત કર્યો છે. ભારતીય તટરક્ષદ દળ દ્વારા સરેરાશ, સમુદ્રમાં દર બીજા દિવસે એક વ્યક્તિનો કિંમતી જીવ બચાવવામાં આવે છે.

‘કોવિડ-19’ મહામારીના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે પણ, ભારતીય તટરક્ષક દળે વિશેષ આર્થિક ઝોનમાં પોતાના 50 જહાજ અને 12 વિમાનોની મદદથી દરરોજ 24X7 ધોરણે ચુસ્ત દેખરેખની કામગીરી જાળવી રાખી હતી. સમુદ્રમાં કોઇપણ પ્રકારની અવ્યવસ્થા અને આ સેવા દ્વારા સંકલિત વાયુ દેખરેખના કારણે 2020માં ભારતીય EEZમાં રૂપિયા 1500 કરોડથી વધુ કિંમતનો પ્રતિબંધિત જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા 80 ઘુસણખોરોને તેમની 10 વિદેશી માછીમારી હોડીઓ સાથે ધરપકડ કરવામાં આવ્યા છે. માત્ર એક વર્ષ પહેલાં જ શરૂ કરવામાં આવેલા ‘નિવારાત્મક અને દૃઢ પ્રતિભાવ’ના કામગીરીઓના વલણ સાથે, ગત વર્ષમાં 11 ચક્રાવાતો દરમિયાન 40,000 જેટલા માછીમારોને બચાવીને સલામત રીતે બંદરો પર પહોંચાડવામાં આવ્યા છે, આમ સમુદ્રમાં લોકોના જીવન અને સંપત્તિની હાનિને ટાળી શકાઇ છે.

આદરણીય પ્રધાનમંત્રીની દૂરંદેશી ‘SAGAR – તમામ પ્રદેશોમાં સુરક્ષા અને વિકાસ’ને અનુરૂપ, ભારતીય તટરક્ષક દળે શ્રીલંકાના કાંઠા વિસ્તારથી દૂર અંદાજે 3 લાખ મેટ્રિક ટનના ક્રૂડ ઓઇલ સાથેના 300 મીટર લાંબા અત્યંત મોટા ક્રૂડ વાહક જહાજ ‘ન્યૂ ડાયમંડ’ પર લાગેલી આગને બુઝાવીને અને આ પ્રકારે મોટી ઇકોલોજિકલ આપદા ટાળીને સમુદ્રી ઇતિહાસ રચ્યો છે. વધુમાં, ICGએ વ્યાપારી જહાજ ‘વાકાશીહો’ના ગ્રાઉન્ડિંગ દરમિયાન તેને પ્રદૂષણ પ્રતિભાવ મદદ પણ આપી છે અને 30 ટન પ્રદૂષણ પ્રતિભાવ ઉપકરણો આપ્યા છે તેમજ તાલીમ પૂરી પાડી છે. ICG દ્વારા એકબીજા રાષ્ટ્રોમાં સમુદ્રી ગુનાખોરીને ડામી દેવા અને હિન્દ મહાસાગર પ્રદેશમાં અને પોતાના જવાબદારીના ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષામાં વધારો કરવા માટે સમુદ્રકાંઠો ધરાવતા દેશો સાથે સહયોગથી કામગીરી કરવામાં આવી રહી છે.

સમુદ્રી અને નાગરિક ઉડ્ડયન શોધ અને બચાવ વ્યવસ્થાતંત્રમાં સુલેહ સ્થાપિત કરવા માટે, ICG દ્વારા રાષ્ટ્રીય સમુદ્રી શોધ અને બચાવ બોર્ડ બેઠક યોજવામાં આવી હતી અને ત્યારબાદ SAR કવાયત- 2020 (SAREX-2020)નું આયોજન કરવામાં આવ્યું હતું જેથી સામૂહિક બચાવ કામગીરીઓ માટે હાલમાં અસ્તિત્વમાં હોય તેવા વ્યવસ્થાતંત્રની ચકાસણી થઇ શકે. સમુદ્રી સુરક્ષા અને ગુપ્તચર વચ્ચે તાલમેલ બેસાડવા માટે, હિતધારકો વચ્ચે ગુપ્તમાહિતીનું આદાનપ્રદાનની અસરકારકતા વધારવાના ઉદ્દેશથી પ્રથમ સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ સેવા દ્વારા કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે મળીને પણ મજબૂત સમુદ્રકાંઠા સુરક્ષા વ્યવસ્થા તંત્ર તૈયાર કરવા માટે સહયોગપૂર્ણ કામ કરવામાં આવે છે.

ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણમંત્રીએ ભારતીય તયરક્ષક દળને દેશની ઉત્તમ સેવા માટે આપેલા 44 કિર્તીપૂર્ણ વર્ષના સમાપન પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા અને આ સેવાદળ દ્વારા રાષ્ટ્રના હિતમાં અને સમુદ્રી વિસ્તારોમાં કરવામાં આવેલી કામગીરીઓમાં તેમણે નિભાવેલી ભૂમિકાની સૌએ પ્રશંસા કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દિવાળીના તહેવારો દરમિયાન ૩૭,૦૦૦ થી વધુ પ્રવાસીઓએ વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની મુલાકાત લીધી

એબીએનએસ પાટણ: પાટણની વર્લ્ડ હેરીટેજ રાણકીવાવ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું…

જામનગરની ૧૮૧ અભયમ ટીમની અદભુત સરાહનીય કામગીરી, તેલાંગણાની મહિલાનો પરિવાર સાથે સંપર્ક કરાવ્યો

જામનગર, સંજીવ રાજપૂત: એક જાગૃત નાગરિક દ્વારા રાત્રી દરમિયાન ૧૮૧ અભયમ હેલ્પલાઇન…

1 of 669

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *