Breaking NewsLatest

25 ફૂટ લાબું હોલિકાનું પૂતળું બનાવવામાં મગ્ન બન્યો ભોઈ સમાજ.

જામનગર: જામનગર ખાતે ભોઈ સમાજ દ્વારા હોલિકા દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાતો આવે છે. આ હોલિકાનું પૂતળું બનાવવા માટે અગાઉથી આખો સમાજ આ લાંબા પૂતળા બનાવવાના કાર્યમાં લાગી જાય છે.

 

: ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા છેલ્લા ૬૬ વર્ષ થી શાસ્ત્રોક્ત વાર્તા(કહાનીઓ) આધારિત હોલિકા નું પૂતળું તૈયાર કરવામાં આવે છે જેમાં ઘાસ, કોથળા,કલર,લાકડું,કપડા, અને વિવિધ સામગ્રીઓ દ્વારા આ હોલિકા નું પૂતળું તૈયાર કરવામાં આવે છે સમાજના યુવાનો વડીલોના માર્ગદર્શન હેઠળ એક મહિના જેટલા લાંબા સમય રાત દિવસ મેહનત કામગીરી કરે છે

જેમાં આ વર્ષે ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગરના પ્રમુખ અનિલભાઈ ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ દ્વારા કાર્યવાહક સમિતિ નિમણુક કરવામાં આવી છે જેના અધ્યક્ષ તરીકે રૂપેશભાઈ વારા, ઉપાધ્યક્ષ બીપીનભાઈ જે.વારા, કોષાધ્યક્ષ ચંદ્રેશભાઇ વારા, સભ્ય સંજયભાઈ સી. દાઉદીયા સભ્ય મયુર ડી.વારા
ની દેખરેખ હેઠળ હોલિકા સર્જક તરીકે ભરતભાઈ ગોંડલીયા, તથા રવિ વારા તેમજ રમેશભાઈ વી.જેઠવા
તેમજ આભૂષણ માટે અલ્પેશભાઈ વારા, સની કુંભારાણા, કપિલ જેઠવા, વૈભવ જેઠવા,પ્રતીક જેઠવા સહિતના નામી અનામી ગ્રુપઓ અને યુવાનો સાથે મળી સમગ્ર આભૂષણ તૈયાર કરે છે.

ફાગણ સુદ પૂનમ ના હોલિકા મહોત્સવના દિવસે આમંત્રિત મહેમાનો ના વરદ હસ્તે હોલિકા નો પ્રાગટ્ય કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં જામનગર શહેર તેમજ જિલ્લા અને સમગ્ર ભારતમાંથી હોલિકાને નિહાળવા લાખોની સંખ્યામાં લોકો હોલિકા ચોક ખાતે પધારે છે. આશરે 25 ફૂટ લાંબા હોલિકાનું આ પૂતળું બનાવી હોલિકા દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *