◊તારીખ 31 મેં ના રોજ WHO ( World Health Organization) દ્વારા પ્રેરિત “World No Tobacco Day” હોય છે, જે અન્વયે ” વ્યસન મુક્તિ, સક્ષમ સમાજ અને સક્ષમ રાષ્ટ્ ” ગ્રુપ દ્વારા તારીખ 30 મે ના રોજ રાત્રીના 9:30 કલાકે Ram Ahir PI ફેસબુક ID ઉપર એક “વ્યસન મુક્તિ વેબીનાર” નું આયોજન કરવામાં આવેલ. આ વેબીનારમાં ગુજરાતભરમાંથી ઘણાં લોકો જોડાયેલ હતાં. વેબિનરમાં મુખ્ય વક્તા તરીકે રાજ્યના નામાંકિત મોટીવેશનલ સ્પીકર્સ
[1] શ્રી સંજય રાવલ અને
[2] શ્રી શૈલેષ સગપરિયા સાહેબ,કલાસ-1 અધિકારી, ‘આજની વાર્તા’ ના પ્રણેતા જોડાયેલ હતાં.કાર્યક્રમમાં મુખ્ય સંવાદ વક્તા તરીકે
[3] શ્રી પ્રવિણ આહીર
(સંવાદ વક્તા)
સિનિયર એન્કર,
GSTV- ગુજરાત સમાચાર રહેલ હતા..
ગુજરાતભરની ઘણી સંસ્થાઓ આ વેબીનારમાં જોડાઈ હતી. અને વ્યસનમુક્તિનો સંદેશ હજારો લોકો સુધી પહોંચાડીને WHO દ્વારા પ્રેરિત 31 મેં World No Tobacco Day’ ની ખરા અર્થમાં ઉજવણી કરવામાં આવી હતી.
“વ્યસન મુક્તિ, સશકત સમાજ અને સશક્ત રાષ્ટ્ર” ગ્રુપ વતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી આર.જે.રામ પોલીસ ઇન્સ્પેકટર,સુરેન્દ્રનગર તથા અશોકભાઈ શેખડા, ગોંડલ એ કર્યું હતું…