મોડલ હેતલ દીક્ષિત વિશે વાત કરીએ તો હેતલ ૧૮ વર્ષના હતા ત્યારથી જ તેમને મોડલિંગ નો ખૂબજ શોખ હતો. અને હેતલ ને મોડલિંગ માં જ એમનું કરિયર બનાવવું હતું. મોડેલ દીક્ષિતે 2018 થી મોડલિંગની શરૂઆત કરી દીધી હતી. અને મોડલિંગ માં આગળ વધવા માટે ખૂબ જ સ્ટ્રગલ કર્યું. 2018 માં જ હેતલ ને ગુજરાતી આલ્બમ ગીત કરવાનો મોકો મળ્યો. આ મોડલિંગ કેરિયરમાં આગળ વધવા માટે એકમાત્ર નામ એટલે કે “બંસીધર સ્ટુડિયો” ના નિર્માતા એવા “કિશોર લાખણોત્રા” એ એમને ૨ ગુજરાતી આલ્બમ ગીત કરવાનું મોકો આપ્યો.
એમાંનું એક પ્રખ્યાત એવા ગીત “ગોકુલની ગાવલડી” માં મુખ્ય નાયિકા નું કિરદાર કર્યું. અને બધાના દિલમાં રાજ કરતા થયા અને બીજું પ્રખ્યાત એવું ગીત “રબારી નો રોટલો” ગીતમાં એમને સારો એવો અભિનય કરવા નો મોકો મળ્યો. અને આવી રીતે મોડલિંગની દુનિયામાં એક ડગલું આગળ વધ્યા. બહુ જ મહેનત કર્યા પછી એમના લગ્ન પછી એટલે કે 2019 પછી યોગ્ય મોડલિંગ ચાલુ કર્યું એ પણ એમના પતિ દીક્ષિત ના સપોર્ટ થી આગળ વધ્યા. એમના પતિ ના સપોર્ટ થી હેતલ મોડલિંગ શો, કેટલો શૂટ ,બ્રાન્ડ શૂટ ,photoshoot, આલ્બમ ગીતો, તલવાર બાજી ,એવોર્ડ ફંક્શન ,નૃત્ય ,અભિનય ,મોડલિંગ શો,માં મોડેલિંગ શીખવાડતા, આવી રીતના ઘણું બધું જીતીને આગળ વધ્યા.
તેમના પતિ દિક્ષીતના સપોર્ટ થી તલવારબાજીમાં પણ “મિસ ટેલેન્ટેડ ગાંધીનગર 2021” નો એવોર્ડ હાસિલ કર્યું પછી તેમને “queen of the sword fighting” નામ પણ મળ્યું ગાંધીનગર modelling show 2021 માં “બેસ્ટ પર્ફોમન્સ ગાંધીનગર 2021” નો એવોર્ડ પણ મળ્યો અને મોડલિંગ શોમાં મોડેલોને ગ્રૂમિંગ કરાવતા પણ નજરે આવ્યા. મોડલ હેતલ દીક્ષિત એ વિચારી લીધું કે એમને મોડલિંગ માં જ એમનું નામ કરવું છે.
અને ખૂબ જ આગળ વધી અને એમનું અને એમના પતિનું સપનું પૂરું કરવું છે. હેતલ ના કહેવા પ્રમાણે એમને એમના પતિ દીક્ષિત નો સપોર્ટ ખૂબ જ હોવાથી હેતલ એમના નામની સાથે એમના પતિનું નામ જોડી એટલે કે “હેતલ દીક્ષિત” નામથી આખી દુનિયામાં નામ કરવા માંગે છે.
હાલમાં જ અમદાવાદમાં થયેલા “માં 2022” એવોર્ડ ફંક્શન ઓર્ગેનાઈઝ બાય “વિશાલભાઈ બારોટ કવિરાજ” અને “જયદીપ ભાઈ ગોહિલ” દ્વારા થયેલા આ એવોર્ડ ફંક્શન માં નોમિનેટ થયા હતા અને એમને ગુજરાતના જાણીતા એવા લોકલાડીલા “કવિરાજ જીગ્નેશ બારોટ” ના હાથે એવોર્ડ પણ હાસિલ કર્યું અને “જીમા 2022” ગુજરાત આઇકોનિક મ્યુઝિક એવોર્ડ પ્રેઝન્ટ બાય “શ્રી સી આર પાટીલ” gujarat bjp president અને ઓર્ગેનાઈઝ બાય “વિશાલ શુક્લા” લકી ઇવેન્ટ મેનેજમેન્ટ અને “ગ્રીષ્મા પંચાલ” રીન્કુ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા એવોર્ડ હાસિલ કર્યું
હાલ પણ મોડલ હેતલ દીક્ષિત મોડલિંગ મા ગુજરાતના અમદાવાદ શહેરમાં ખૂબ જ નામ બનાવી રહ્યા છે.
સ્પેશ્યલ રિપોર્ટ હેમરાજસિંહ વાળા ચેરમેન જી એક્સપ્રેસ ન્યૂઝ 9898252620