દાંતા તાલુકાની જનતા ગરીબ અને ઓછું ભણેલી હોય આ તાલુકાના ઓફિસોમાં જ્યારે કામ અર્થે જાય છે ત્યારે આ ઓફિસમાં બેઠેલા બાગડ બિલ્લાઓ આવા ગરીબ અને ઓછા ભણેલા લોકોને લૂંટવામાં કઈ બાકી રાખતા નથી.
દાંતા તાલુકામાં જેટલા કૌભાંડો થાય છે એટલા કોઈ જગ્યાએ થતા નથી અને આ જ કારણે આ તાલુકામાં ભ્રષ્ટાચારે માંઝા મૂકી છે. આજે દાતા icds ઘટક ખાતે એક ઓપરેટર દ્વારા ખુલ્લેઆમ છેતરપિંડી કરવામાં આવી રહી હોવાનો વિડીયો સામે આવતા ખળભળાટ મચવા આવ્યો હતો.
લ્યો બોલો દાંતા મા આધારકાર્ડના નામે ઉગાડી લૂંટ શરૂ થઈ ગઈ છે.દાંતા આઇસીડીએસ ઘટક એક મા ઓપરેટર તરીકે ફરજ બજાવતો અશરફ લોકો જોડે કરી રહ્યો છે છેતરપિંડી.આધારકાર્ડ નંબર લિંક કરાવો હોય તો 100 રૂપિયા, નવું કઢાવું હોય તો 100 રૂપિયા.જ્યારે પૈસા આપતા પણ ઘટક એક મા ગ્રાહકોની લાગી લાંબી કતારો.
અશરફ ખોરજીયા નામનો ઓપરેટર કરી રહ્યો છે ગ્રાહકો જોડે છેતરપિંડી.આ અશરફ છેલ્લા કેટલાય સમયથી લોકો જોડેથી બમણા પૈસા લઇ રહ્યો છે તેવા પણ અનેક આક્ષેપો હાલમાં થઈ રહ્યા છે
.આ અશરફની ખાતાકીય તપાસ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.
@@ આધારકાર્ડ ની રકમ કરતાં વધુ રકમ લેવાય છે @@
મળતી માહિતી પ્રમાણે નવું આધાર કાર્ડ કઢાવવાનો કોઈ ચાર્જ નથી. બાયોમેટ્રિક ના સો રૂપિયા કાયદેસરનો ચાર્જ છે જ્યારે મોબાઈલ નંબર અપડેટ કરાવવાના ₹50 ચાર્જ છે .
રિપોર્ટ… અમિત પટેલ અંબાજી