ગોપીબેન રાઠોડ માવદીયા ને જીનીવા( સ્વિત્ઝરલેન્ડ)ના સ્વિસ સ્કુલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ દ્વારા Doctor Of Business Administration(ગ્લોબલ ડૉક્ટર)ની પદવી એનાયત કરાઈ છે. તેમણે સાયબર સિક્યોરિટી મેનેજમેન્ટ વિષયમાં’ સાયબર સિક્યોરિટી ચેલેન્જીસ ઈન ડેવલોપીંગ નેશન્સ એન્ડ ટેરરિઝ્મ’ વિષય પર મહાશોધ નિબંધ રજુ કર્યો હતો તથા આ સંશોધનકાર્ય ડિસ્ટીન્કશનથી પૂર્ણ કરેલ છે.
આ સાથે જ ડૉ.ગોપીબહેન રાઠોડે વિશ્વની સૌથી અઘરી અને માણસના IQ ને સચોટ રીતે પ્રદર્શિત કરતી સંસ્થા જે આખા વિશ્વમાં ફક્ત 2% લોકો જ પાસ કરી શક્યા તેવી પરીક્ષા મેન્સા ઈન્ટરનેશનલ(U.K)માં તેમણે 161 સ્કેલ મેળવેલ છે. 161 સ્કેલ મેળવી વિશ્વની 1% સૌથી વધુ બુધ્ધિઆંક ધરાવતી વ્યક્તિઓ માં સ્થાન પામ્યા છે. જે ભારત અને ખાસ કરી ગુજરાત અને એમાંય વળી કાઠિયાવાડ માટે એ ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત છે.
ડૉ. ગોપીબહેન ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવી ચુક્યા છે.તેઓએ નેશનલ ફેલોશીપ માટે દેશની સર્વોચ્ય શૈક્ષણિક સંસ્થા IIM Ahemdabad માં સ્થાન પ્રાપ્ત કર્યુ છે.