ભાવનગરના કરદેજ કન્યા શાળાની વિદ્યાર્થિનીઓને ઉંડવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરોગ્યલક્ષી કામગીરી બદલ પ્રોત્સાહિત કરવામાં આવી હતી જેમાં 120 વિદ્યાર્થિનીઓ દ્વારા ઘેર ઘેર મચ્છર ઉત્પતિ અટકાવવાના ઉપાયો અને ગરમ પાણી પીવાના ફાયદા જણાવ્યા હતા. આથી ઝાડા ઉલટી ટાઈફોડ કમળો જેવા પાણીજન્ય રોગો અટકાવ્યામાં ફાયદો થયો હતો.
તાજેતરમાં કરદેજમાં આવેલી કન્યાશાળા ખાતે આરોગ્યની ટીમ દ્વારા મચ્છર ઉત્પતિ કઈ રીતે અટકાવી શકાય અને પાણીજન્ય રોગો કઈ રીતે અટકાવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી જેથી બાળકોએ આ પ્રવૃત્તિને વેગ આપીને પોતાના ઘરે તેમ જ આજુબાજુના ઘરોમાં આરોગ્યલક્ષી પ્રવૃત્તિ નક્કર રીતે કરી હતી.
આ સુંદર કામગીરી કરવા બદલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊંડવી દ્વારા વિદ્યાર્થિનીઓને સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા સ્ટાફ દ્વારા સુંદર જહેમત ઉઠાવાઈ હતી.