Breaking NewsDevbhumi DwarkaGujarat

સુદર્શન સેતુના મુખ્ય આકર્ષણ વ્યુંઈંગ ગેલેરીથી સમુદ્ર દર્શન કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી

ઓખા અને બેટ-દ્વારકા જોડતા રૂ.૯૭૮.૯૩ કરોડના ખર્ચે નવનિર્મિત સુદર્શન સેતુનું લોકાર્પણ લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ વેળાએ અહીંના સાગર ખેડૂઓએ સુદર્શન બ્રિજની બન્ને બાજુ બેનર તેમજ બોટના માધ્યમથી મોદી કી ગેરંટી પ્રતિકૃતિ બનાવીને અનેરુ આકર્ષણ ઉભુ કર્યું હતું.
બેટ-દ્વારકાની ઓળખ સમો સુદર્શન સેતુ અનેક વિશિષ્ટતાઓ ધરાવે છે.તેમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર વ્યૂઈંગ ગેલેરીની વડાપ્રધાનશ્રીએ મુલાકાત લીધી હતી.તેમજ સમુદ્રમાં અનેક સુશોભિત બોટ અને બેનરના માધ્યમથી મોદી કી ગેરંટી ની અદભુત પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી.તેમજ સેતુની બીજી તરફ પર સુશોભિત બોટ કરવામાં આવી હતી.
વ્યુંઇંગ ગેલેરીની મુલાકાત લઇ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુદર્શન બ્રિજનો અદ્દભૂત નજારો નીહાળ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી,સાંસદશ્રી સી.આર.પાટીલ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રિધ્ધિબા જાડેજા,ધારાસભ્યશ્રી પબુભા માણેક,મુખ્ય સચિવશ્રી રાજકુમાર,કેન્દ્ર સરકારના રોડ,ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગ સચિવશ્રી અનુરાગ જૈન,નેશનલ હાઇવેના સ્પેશ્યલ સેક્રેટરીશ્રી પી.આર.પાટેલિયા તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરશ્રી આલોક પાંડે ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

સંગીત મોક્ષનું સાધન છે :મોરારિબાપુ દ્વારકાની’ માનસ કૃષ્ણાવતાર’ રામકથાનો છઠ્ઠા દિવસનો સંવાદ

દ્વારકા (તખુભાઈ સાંડસુર દ્વારા) દ્વારકાના જગત મંદિરની ધજાની છાયામાં અતિથિ ગૃહના…

કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તળાજા આઈ.ટી.આઈ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો

ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ…

1 of 367

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *