bhavnagarBreaking NewsGujarat

પાલીતાણા તાલુકાનાં મોટી પાણીયાળી ગામે ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત

પાલીતાણા તાલુકાનાં મોટી પાણીયાળી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ અપાયો હતો.આ તકે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ યોજનાની માહિતી અંગે શોર્ટફિલ્મ નિહાળી હતી.ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવા ગ્રામજનોએ સામુહિક શપથ લીધા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી આપી યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.મેરી કહાની,મેરી જુબાની હેઠળ સ્થાનિક લાભાર્થીઓએ પણ યોજનાનાં લાભથી પોતાના જીવનમાં આવેલા પરિવર્તન અંગેની સફળવાર્તા ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી હતી. શાળાનાં બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમ કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે તાલુકા અને જિલ્લાનાં પદાધિકારી અને અધિકારીઓ,સ્થાનિક અગ્રણીશ્રી,ગામના આગેવાનો,સંબંધિત વિભાગના કર્મચારીશ્રીઓ,શાળાના બાળકો સહિત લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર શ્રીમાયાભાઈ આહીરનો સન્માન સમારોહ અને નવરાત્રી મહોત્સવ સંપન્ન

વીર આહીર દેવાયત બોદર ચેરિટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા સમાજની એકતા, અખંડિતતા અને…

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 અંતર્ગત 22 ઓક્ટોબર,…

ભાવનગર જિલ્લામાં ફિઝિયોથેરાપી ક્ષેત્રે નવી તક: સિહોર નજીક અમરગઢની કોલેજ ઓફ ફિઝિયોથેરાપીને મળી માન્યતા

ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની મંજૂરીથી આરોગ્ય…

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ,…

1 of 97

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *