bhavnagarBreaking NewsGujaratHelth

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી. શ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવેલ છે.

સિહોર સરકારી હોસ્પિટલ માં છેલ્લા થોડા સમયથી કંડમ એમ્બ્યુલન્સ હાલતને લઇ દર્દીઓને પરેશાની થતી હતી. જેને લઇ સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દ્વારા નવી એમ્બ્યુલન્સ સિહોર સરકારી હોસ્પિટલ માટે રજૂઆત કરવામાં આવેલ હતી. જે અંગે કેન્દ્ર સરકારના તત્કાલીન આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયા એ આશરે 10 લાખની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયત ભાવનગર મારફતે ખરીદી કરીને આ નવી એમ્બ્યુલન્સ વાહન ટાટા વિંગર ગાડી સિહોર સી.એચ.સી. હોસ્પિટલ માટે ફાળવવામાં આવી હતી.

જેમાં ભાવનગર જિલ્લા પંચાયત કચેરીના સંકુલમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રૈયાબેન મિયાણી,તળાજાના ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકી,આર.સી.એચ. ઓ શ્રી કોકિલાબેન સોલંકી, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી અશોકભાઈ સોલંકી,સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકશ્રી તેમજ પદાધિકારીઓ-અધિકારીઓની ઉપસ્થિતિમા લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 95

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *