bhavnagarBreaking NewsGujarat

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ ભાવનગરના સોનગઢ ખાતે શ્રી આદિનાથ જિનબિંબ પંચકલ્યાણક મહોત્સવ માં સહભાગી થયા

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ આજે ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે શ્રી આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા.સોનગઢ ખાતે આકાર પામેલી ભગવાન બાહુબલીની મૂર્તિને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહ,કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખ ભાઈ માંડવીયા અને રાજ્ય ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ નિહાળી હતી અને પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે તેમના ઉદબોધનમાં કહ્યુ હતુ કે જિનશાસનના બધા સિદ્ધાંતોને સંભાળીને આ તીર્થસ્થાન વિકસાવાયું છે,તે બાબત કાનજીસ્વામીને સૌથી મોટી શ્રદ્ધાંજલી છે.આ સમગ્ર પંથકમાં કાનજી સ્વામીના આચરણ અને જ્ઞાનનો અનેક લોકોએ લાભ લીધો છે.તેઓ માત્ર જૈન જ નહીં પરંતુ અનેક જૈનેતર લોકોનાં જીવનમાં પણ પરિવર્તન લાવ્યા છે.પાંચ કલ્યાણના સમૂહરૂપે પંચકલ્યાણક મહોત્સવની ઉજવણી હાલ થઇ રહી છે.તેથી આપણે પણ પંચકલ્યાણકની સમગ્ર પ્રક્રિયાનો મર્મ સમજીએ અને તેમાંથી બોધપાઠ લઇએ.

વધુ ઉમેરતા તેમણે કહ્યુ હતુ કે સ્થાન વિકસાવવા માટે પુરુષાર્થ કરનારા ટ્રસ્ટીઓને હું હૃદયથી સાધુવાદ પાઠવું છું.અહીં માત્ર જૈન નહીં જૈનેતરને પણ આત્માના કલ્યાણનો માર્ગ મળશે અને આ વિસ્તારના સંખ્યાબંધ લોકોના કલ્યાણ માટે આ તીર્થસ્થાન ભૂમિકા નિભાવશે તેવો મને વિશ્વાસ છે.આવનારા દિવસોમાં સોનગઢ ગુજરાતનાં મહત્વના આદ્યાત્મિક કેન્દ્રોમાં સ્થાન પ્રાપ્ત કરે તેવી આશા વ્યક્ત કરું છું.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી,ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા,જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા,પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ,આયોજક ટ્રસ્ટીશ્રી નિમેષભાઇ શાહ,આણંદજી કલ્યાણજી ટ્રસ્ટના શ્રી સુધીરભાઈ મહેતા સહિતના પદાધિકારીઓ,અધિકારીઓએ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી.…

1 of 352

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *