પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
ગઇકાલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન વલ્લભીપુર,ઢાળ બજાર,સરદાર ચોકની ગલીમાં જાહેરમાં અમુક ઇસમો ગંજીપત્તાનાં પાના-પૈસા વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતાં હોવાની મળેલ બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો ગંજીપતાનાં પાના-પૈસાથી તીનપત્તીનો જુગાર રમતાં ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૨૪,૭૦૦/- સાથે ઝડપી પાડેલ.જે અંગે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓઃ-
1. જીતુભાઇ નાગજીભાઇ ધામેલીયા ઉ.વ.૫૦ રહે.ગાબાણી ચોક,વલ્લભીપુર જી.ભાવનગર
2. રમેશભાઇ ઉર્ફે નરેશભાઇ હિંમતભાઇ રાઠોડ ઉ.વ.૩૧ રહે.પાટીવાડા,વલ્લભીપુર જી.ભાવનગર
3. મનીષભાઇ નારણભાઇ ડણીયા ઉ.વ.૨૯ રહે.પાટીવાડા,વલ્લભીપુર જી.ભાવનગર
4. મેહુલભાઇ ગોરધનભાઇ દેથળીયા ઉ.વ.૩૦ રહે.સરદાર આવાસ,વલ્લભીપુર જી.ભાવનગર
5. અલ્પેશભાઇ હિંમતભાઇ રાઠોડ ઉ.વ.૩૨ રહે.પાટીવાડા,વલ્લભીપુર જી.ભાવનગર
6. કેશવભાઇ વશરામભાઇ સોલંકી ઉ.વ.૫૯ રહે.હરીજનવાસ, વલ્લભીપુર જી.ભાવનગર
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, બીજલભાઇ કરમટીયા, હરીચંદ્દસિંહ ગોહિલ, શકિતસિંહ સરવૈયા
રિપોટ અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર