Crime

પોશીના તાલુકાના આંબાસરમાં રસ્તાના ઝઘડામાં ખેડૂતને માર મારતાં ચાર સામે ગુનો નોંધાયો

– આ રસ્તેથી તારે નહિ નીકળવાનું કહીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી

પોશીના તાલુકાના આંબાસર ગામે ખેતરના તળાવ નજીથી પસાર થતા રસ્તાના ઝઘડામાં ચાર શખ્સોએ ભેગા થઈ ખેડૂતને માર માર્યા પછી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આપેલી જાણકારી મુજબ તાલુકાના આંબાસર ગામના દિનેશભાઈ બાબુભાઈ ગમાર તા. 14 ના રોજ તળાવ નજીક આવેલા તેમના ઘઉંના ખેતરમાં પિયતનું પાણી આપતા હતા જે દરમ્યાન ગામના ભેરાભાઈ પુંજાભાઈ ગમાર અને અન્ય ૩ ઈસમોએ તળાવની પાળ ઉપર ભેગા થઈ અપશબ્દો બોલતા હતા આ રસ્તો અમે કાઢો છે તારે અહીથી રસ્તે નિકળવું નહીં તેમ કહી ખેડૂતને ગાળો આપવામાં આવતાં બંને પક્ષે ગરમા ગરમી થઈ. દરમ્યાન ઉશ્કેરાયેલા ઈસમોએ ખેડૂતને ફેંટ પકડી જમીન ઉપર પટકી માર માર્યો હતો. બનાવ અંગે પોશીના પોલીસ મથકે ભેરાભાઈ પુંજાભાઈ ગમાર લાલજીભાઈ પૂંજાભાઈ ગમાર રૂમાલભાઈ ભૂવાભાઈ ગમાર દોલાભાઈ ભુગથાભાઈ ગમાર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાંતલપુરના જાખોત્રા ગામે ફિલ્મી ઢબે આધેડની હત્યા. આધેડની હત્યાના આરોપીને પોલીસે ગણતરીમાં ઝડપી લીધો

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાં ગત મંગળવારે…

ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો અલગ અલગ જગ્યાએ થયેલ ચોરી ના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 93

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *