Breaking NewsCrime

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂનાં રૂ.૪૫,૫૩૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

➡️પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી, ડો.રવિન્દ્ર પટેલ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા પી.આર.સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.
આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો પો.હેડ કોન્સ. જયરાજસિંહ જાડેજાને બાતમીરાહે મળેલ હકિકત આધારે હલુરીયા-ક્રેસંટ રોડ, એ.વી સ્કુલના ગ્રાઉન્ડ સામે, પુર્ણીમાં સ્ટુડીયો પાસે રોડ ઉપર વોચમાં હતા. દરમ્યાન બે ઈસમો એક રીક્ષામાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારુના જથ્થા સાથે મળી આવતા તેઓ બંન્ને વિરુધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવી તેની ધરપકડ કરવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ ઈસમો* :-
1. રઉફ મહંમદભાઈ ઉવ.૨૭ ધંધો.રીક્ષા ડ્રાયવિંગ રહે.પ્લોટ નં.૨૭, મિલેટ્રી સોસાયટી, પીરની દરગાહ પાસે, ચિત્રા, ભાવનગર
2. મનોજ હિંમતભાઈ ડેરીવાલા ઉવ.૪૫ ધંધો.કન્ડકટર રહે. રુમ નં.૩૫૫, બ્લોક નં.૩૦, આનંદનગર, છેલ્લા બસ સ્ટેન્ડ પાસે, ભાવનગર.
કબ્જે કરેલ મુદ્દામાલઃ
1. બેગપાઇપર ગોલ્ડ રીઝર્વ વ્હીસ્કી ૧ લી. ની પ્લાસ્ટીક બોટલ નંગ-૧૮ કિ.રૂ.૧૨,૩૩૦/-
2. ઓફિસર્સ ચોઇસ પ્રેસ્ટીજ વ્હીસ્કી ૧ લી. ની પ્લાસ્ટીક બોટલ નંગ-૨૦ કિ.રૂ.૧૩,૨૦૦/-
3. કાળા-પિળા કલરની બજાજ કંપનીની RE રીક્ષા રજી.નંબર-GJ-13-V 2448 કિ.રૂ.૨૦,૦૦૦/-ગણી મળી કુલ કિરુ. ૪૫,૫૩૦/- નો        મુદામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ
પોલીસ ઇન્સ.શ્રી એસ.બી.ભરવાડ,પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પી.આર.સરવૈયા, પો.હેડ.કોન્સ. રાજપાલસિંહ સરવૈયા, જયરાજસિંહ જાડેજા, વનરાજભાઈ ખુમાણ, રાજેન્દ્રસિંહ સરવૈયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા બાહી ખાતે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ

ગોધરા (પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર…

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *