ભાવનગર જિલ્લાનાં મહુવા શહેર વિસ્તારમાં આવેલ ગાંધી બાગ વિસ્તારમાં આજરોજ બપોરનાં સમયે રામ જયેશભાઇ ઉર્ફે જપન મકવાણા રહે.નેસવડ તા.મહુવા જી.ભાવનગરવાળા સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્વીફટ કારમાં આવી હવામાં ફાયરીંગ કરી ભયનો માહોલ ફેલાવતાં હતાં.આ દરમ્યાન ગાંધીબાગ પોલીસ ચોકી ખાતે ફરજ પર હાજર પોલીસ દ્રારા “એ રામ તું આ રહેવા દે, ફાયરીંગ બંધ કર.” તેમ કહી ટપારતાં રામ મકવાણાએ કહેલ કે, “ તમે કોઇ પોલીસવાળા આમા આડા આવતા નહી નહીંતર હું તમને મારી નાખીશ.” આ વખતે કારમાં ડ્રાયવીંગ સીટની બાજુની સીટમાં બેસેલ બીજા અજાણ્યા માણસે પણ પિસ્ટલ લઇ બહાર આવેલ. આ દરમ્યાન પોલીસ તેઓ બંને તરફ જતાં આ બંને જણાં કાર બેસીને ભાગતાં હતાં. તે દરમ્યાન રામ જયેશભાઇ ઉર્ફે જપન મકવાણા રહે.નેસવડ તા.મહુવા જી.ભાવનગરવાળા કારમાંથી પોલીસ કોન્સ્ટેબલ ઉપર જાનથી મારી નાંખવાનાં ઇરાદે ફાયરીંગ કરતાં પોલીસ જવાન સમય સુચકતા વાપરી સાઇડમાં ખસી જતાં બચી ગયેલ. આ બંને જણાં કાર લઇને ભાગી ગયેલ. જે બંને ઇસમો વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતાં ધારેશભાઇ વાઘાભાઇ ગોહિલે ઇ.પી.કો.કલમઃ-૩૦૭ તથા આર્મ્સ એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવેલ.
આ બનાવની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલસાહેબ તથા એ.એસ.પી. શ્રી સફિન હસનસાહેબે આ ફાયરીંગ કરવાવાળા બંને ઇસમોને શોધી કાઢવા માટે એસ.બી.ભરવાડ પોલીસ ઇન્સ.,લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર તથા સ્ટાફ તથા વી.એ.દેસાઇ પોલીસ ઇન્સ.,મહુવા પોલીસ સ્ટેશન તથા સ્ટાફને સુચના કરેલ.
આ બનાવ અંગેની જાણ થતાંની સાથે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા મહુવા પોલીસ સ્ટેશનનાં અધિકારી/ કર્મચારીઓએ સ્વીફટ કારનો પીછો કરી આરોપી લાલજીભાઇ ઉર્ફે લાલો માધુભાઇ મકવાણા ઉ.વ.૨૭ ધંધો.ડ્રાઇવિંગ રહે.ખારા વિસ્તાર, બાપા સીતારામ મઢીની આગળ, નેસવડ ગામ, તા.મહુવા, જી.ભાવનગર વાળાને મેઇડ ઇન ઇટલી બનાવટની પિસ્ટલ,જીવતાં કાર્ટીસ તથા સફેદ કલરની સ્વીફટ કાર તપાસ અર્થે કબ્જે કરેલ.ત્યાર બાદ એલ.સી.બી. તથા મહુવા પો.સ્ટે. સ્ટાફનાંઓએ સંયુકત રીતે માહિતી મેળવી આરોપી રામભાઇ જયેશભાઇ ઉર્ફે જપ્પન મકવાણા ઉ.વ.૨૪ ધંધો-દોરડાનો વેપાર રહે.ખોડીયાર માતાના મંદિર પાસે,સાવર કુંડલા રોડ,નેસવડ તા.મહુવા ભાવનગર વાળાને નેસવડ ગામની સીમમાંથી ઝડપી પાડી તપાસ દરમ્યાન તેનાં રહેણાંક મકાને સંતાડી રાખેલ મેઇડ ઇન ઇટલી બનાવટની પિસ્ટલ,જીવતાં કાર્ટીસ નંગ-૨ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.આમ, મહુવા શહેરનાં ગાંધી બાગ વિસ્તારમાં જાહેરમાં પિસ્ટલમાંથી ફાયરીંગ કરી ભય ફેલાવતાં ઇસમોને પડકારનાર પોલીસ ઉપર પણ ફાયરીંગ કરનાર બંને ઇસમોને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા મહુવા પોલીસ સ્ટેશન ટીમને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
1. રામભાઇ જયેશભાઇ ઉર્ફે જપ્પન મકવાણા ઉ.વ.૨૪ ધંધો-દોરડાનો વેપાર રહે.ખોડીયાર માતાના મંદિર પાસે, સાવર કુંડલા રોડ, નેસવડ તા.મહુવા ભાવનગર
2. લાલજીભાઇ ઉર્ફે લાલો માધુભાઇ મકવાણા ઉ.વ.૨૭ ધંધો.ડ્રાઇવિંગ રહે.ખારા વિસ્તાર, બાપા સીતારામ મઢીની આગળ, નેસવડ ગામ, તા.મહુવા, જી.ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલ
મેઇડ ઇન ઇટલીની પિસ્ટલ નંગ-૦૨ કિ.રૂ.૫૦,૦૦૦/-, જીવતાં કાર્ટીસ નંગ-૪ કિ.રૂ.૪૦૦/-,મારૂતિ સ્વીફટ રજી.નંબર પ્લેટ વગરની કાર કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૦૦,૪૦૦/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ ટીમઃ-
પોલીસ ઇન્સ.શ્રી એસ.બી.ભરવાડ,પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં રાજેન્દ્દસિંહ સરવૈયા,અલ્તાફ ગાહા
વી.એ.દેસાઇ પોલીસ ઇન્સ.મહુવા પોલીસ સ્ટેશન તથા સ્ટાફનાં દિલુભાઇ આહિર,દિનેશભાઇ ગોહિલ, અબ્દુલભાઇ સોલંકી, હરપાલસિંહ સરવૈયા,બનેસંગભાઇ મોરી, પ્રકાશભાઇ કાચરીયા, અનોપસિંહ જાડેજા
રિપોટ અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર