ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલી શિવસાગર સોસાયટી નજીક નંબર પ્લેટ વગરની સ્કૂટર પર આવી બે મહિલાઓ ચલણી નોટોની વહીવટ કરવાની ફિરાકમાં હોવાની ચોક્કસ બાતમી લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી હતી. જે બાતમીના અધતે વોચ ગોઠવી કાર્યવાહી કરાતા બે મહિલાઓ ઝડપાઈ હતી. આ બંને મહિલાઓને ઝડપી લઇ તપાસ કર્યા મહિલાના પર્સ માંથી બનાવટી નોટો બંડલ મળી આવતા બંને મહિલાની ધરપકડ કરી આગવી ઢબે પૂછપરછ કરતા બનાવટી નોટો નો પર્દાફાસ થયો હતો પોલીસે રૂપિયા 2 હજારના દરની કુલ 379 ડુપ્લીકેટ નોટ , ત્રણ મોબાઈલ ફોન , સ્કુટર , બે પર્સ અને રૂપિયા 1480 ની સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરની શિવસાગર સોસાયટીથી પાસેના ત્રિપદા ફાર્મ સામે, તરસમિયા તરફ જવાના રસ્તા પર બે મહિલા એક નંબર પ્લેટવિનાના સ્કુટર પર આવી ભારતીય ચલણની બનાવટી નોટોનો વહીવટ કરવા ઉભા હોવાની ભાવનગર એલસીબી, એસઓજીને ચોક્કસ બાતમી મળી હતી .એલસીબી, એસઓજીની ટીમે મહિલા સ્ટાફને સાથે રાખી ત્રિપદા ફાર્મ પાસે ત્રાટકી રેખાબેન હર્ષદભાઈ મકવાણા ( ઉ.વ .૩૫ , રહે , ૩૦૩ , ત્રીજા માળે , શિવશક્તિ આર્કેડ , ટોપ -૩ પાસે , રીંગ રોડ ) અને મનીષાબેન ધનજીભાઈ રેલિયા ( ઉ.વ .૪૦ , રહે , વાડી વિસ્તાર , સૂર્યાગાર્ડન પાછળ , ઉમિયા ઓઈલ મીલની સામે , પાળિયાદ રોડ , બોટાદ ) નામની બે મહિલાને શંકાસ્પદ હાલતમાં પ ઝડપી પર્સની જડતી કરતા રેખાબેન નામની મહિલા પાસેથી રૂપિયા 2 હજાર ના દરની નોટોના 33 બંડલ તેમજ મનીષાબેન નામની મહિલાના પર્સમાંથી બે હજારની નોટના 22 બંડલ મળી એક જ સિરીઝની કુલ 379 કલર પ્રિન્ટમાં પ્રિન્ટ કાઢેલી બનાવટી નોટો કબજે કરી હતી. LCB અને SOGએ બન્નેને ધરપકડ કરી પૂછતાછ કરતા રેખાબેનએ જણાવ્યું હતું કે , આ બનાવટી નોટો તેને બોટાદની મહિલા મનીષાબેન રેલિયા અહીં આપવા માટે આવી હતી . રૂપિયા 7,58,000 ની કિંમતની બનાવટી કરન્સીના બદલામાં તેને રૂપિયા 2,50,000 ની ખરી નોટો ચુકવવાની વાત થઈ હતી. તેમજ પ્રથમ 250 જાલીનોટ બજારમાં ખરા તરીકે વટાવી ફરતી કરવાની અને બાકીની નોટ પાછળથી ખરા તરીકે ઉપયોગ કરવાનું નક્કી થયું હતું. જ્યારે દેશના અર્થતંત્રને ખોખલું કરવાનો બદઈરાદો રાખનાર બોટાદની મહિલા મનીષાબેન રેલિયા હાલ પ્રાથમિક તબક્કે માસ્ટર માઈન્ડ હોય તેણીએ એવી કબૂલાત આપી હતી કે, આ બનાવટી નોટો તેણે જ કલર પ્રિન્ટરમાં છાપી છે. જો કે , પોલીસ આ અંગે વધુ તપાસ કરે તો હજુ અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે , મહિલાઓ પાસેથી મળી આવેલી બે હજારના દરની નોટો ડુપ્લીકેટ છે કે અસલ ? તેની ખરાઈ કરવા માટે બેન્કના સ્ટાફ અને FSL અધિકારીને ચકાસણી માટે બોલાવવામાં આવ્યા હતા .એસઓજીએ રરૂપિયા 2 હજારના દરની કુલ 379 ડુપ્લીકેટ નોટ , ત્રણ મોબાઈલ ફોન , સ્કુટર , બે પર્સ અને રોકડા રૂપિયા 1480 સહિતનો રૂપિયા 46680 મુદ્દામાલ કબજે કરી રેખાબેન મકવાણા અને મનીષાબેન રેલિયા વિરૂધ્ધ સ્થાનિક ભરતનગર પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથધરી હતી.
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તાર માંથી LCB અને SOGએ સંયુક્ત કાર્યવાહી કરી રૂપિયા 2 હજારના દરની કુલ 379 ડુપ્લીકેટ નોટ , ત્રણ મોબાઈલ ફોન , સ્કુટર , બે પર્સ અને રોકડા રૂપિયા 1480 મળી કુલ 46680નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથધરી.
Related Posts
પંચમહાલ LCBએ વીરણીયા ગામમાંથી ₹36.24 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
પંચમહાલ, વી.આર. એબીએનએસ: પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોરવા (હ) તાલુકાના…
ગુજરાત એટીએસએ હથિયારના લાયસન્સ અને વેચાણના નેટવર્કનો પર્દાફાસ કરી સાતની ધરપકડ કરી
અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત એટીએસને નવ આરોપીઓ વિશેની જાણકારી મળી હતી, જેમાંથી…
નિવૃત મેજરના પુત્રનું અપહરણ કરનાર આરોપીઓને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અગોરા મોલ નજીક રહેતા ભારતીય સેનામાંથી સુબેદાર મેજર તરીકે…
વન સ્ટેશન વન પ્રોડકટ” અંતર્ગત ભાવનગર રેલવે સ્ટેશને સખીમંડળને ફાળવાયેલા સ્ટોલનો શુભારંભ કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરૂ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ નીતી હેઠળ સ્થાનિક ઉત્પાદનોનું…
કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા નેશનલ હાઇવે એન.એચ.-૪૮ પર તાપી નદીના બ્રિજની મુલાકાત લઈ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ બ્રિજની એક્ષ્પાન્શન જોઈન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના બાદ…
નોકર ચોરીના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભાવનગર જીલ્લાનાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ડબલ મર્ડર તથા લુંટનાં ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલમાંથી છેલ્લાં ૩ વર્ષથી પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી લેતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…
રોકડ રૂ.૧૨,૬૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
છેતરપીંડી વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા(વિજ્ઞાન પ્રવાહ) ના નવા શિક્ષણ સદનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા
તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા(વિજ્ઞાન પ્રવાહ) ના નવા શિક્ષણ સદનનું લોકાર્પણ…