Crime

ભિલોડા પોલીસે અજાણ્યા આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી ભેદ ઉકેલતી ભિલોડા પોલીસ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભિલોડા પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૩૨૨૦૦૮૫/૨૦૨૨ ઇ.પી.કો કલમ.૩૦૨,૨૦૧ તથા જીપીએક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો અજાણ્યા આરોપી વિરૂધ્ધ દાખલ કરી ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી ભેદ ઉકેલતી ભિલોડા પોલીસ

પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સંજય ખરાત અરવલ્લી-મોડાસા નાઓ ધ્વારા ભીલોડા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૩૨૨૦૦૮૫/૨૦૨૨ ઇ.પી.કો.ક.૩૦૨,૨૦૧,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબના ગુન્હાના અજાણ્યા આરોપીને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવેલ. જે અનુસંધાને સદર ગુન્હાનુ વીજીટેશન નાયબ પોલીસ અધિક્ષક ભરત બસીયા
મોડાસા વિભાગ મોડાસા નાઓ કરતા હોઇ અને તેઓની રાહબરી અને માર્ગદર્શન હેઠળ અમો એમ.જી.વસાવા I/C પોલીસ ઇન્સ્પેક્ટર ભિલોડા પોલીસ સ્ટેશન નાઓ સદર ગુન્હાની તપાસ ચલાવી રહેલ અને સદર ગુન્હાના આરોપીને શોધી કાઢવા ના.પો.અધિ.સા.શ્રી મોડાસા વિભાગ, મોડાસા નાઓની સુચનાથી સી.પી.વાઘેલા, પો.ઇન્સ.શ્રી એલ.સી.બી. મોડાસા તથા એલ.સી.બી. સ્ટાફ સાથે તથા ભીલોડા પોલીસ સ્ટાફની જુદી-જુદી ટીમો બનાવી સદર ગુન્હા સંબંધે સઘન તપાસમાં રહી તપાસ કરી મરણ જનાર મહેશભાઇ ઉર્ફે કાળુ જગાભાઇ મકવાણા ઉ.વ.૨૭ રહે.પાલ્લા તા.ભિલોડા વાળાને કોઇપણ અજાણ્યા માણસે કોઇપણ કારણોસર હથીયાર વડે માથાના ભાગે મારી ગંભીર ઇજાઓ કરી લાશને કુંભારી તલાવડીમાં મુકી મોત નિપજાવી પુરાવાનો નાશ કરી મે જીલ્લા મેજી.સા.ના જાહેરનામાનો ભંગ કર્યા વિ. બાબતની ફરીયાદીના સગાભાઇ હરેશભાઇ સ/ઓ જગાભાઇ મકવાણા ઉ.વ.૨૦ રહે.પાલ્લા તા.ભિલોડા જી.અરવલ્લી વાળાએ ગઇકાલ રોજ અજાણ્યા ઇસમે કોઇપણ કારણોસર કોઇપણ હથિયાર વડે પોતાના ભાઇને માથામાં ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ જે સંબંધે ના.પો.અધિ. બસીયા સા.શ્રી ની રાહબરી હેઠળ ઉપરોકત ટીમો બનાવી આરોપી સંબંધે સઘન તપાસ કરતા આજરોજ આરોપી ધવલકુમાર સુરેશભાઇ મકવાણા રહે.વાંસળી તા.ભીલોડા વાળાની સઘન તપાસ કરતા સદર આરોપી કુંભારીયા છાપરા ગામે મિત્રના લગનમાં આવેલ અને મરણ જનાર મહેશભાઇ ઉર્ફે કાળુ જગાભાઇ મકવાણા ઉ.વ.૨૭ રહે.પાલ્લા તા.ભિલોડા વાળો પણ લગ્નમાં આવેલ હોઇ જયાં આરોપી ધવલનો મોબાઇલ મરણ જનાર ફેકી દેતા જે બાબતે બોલચાલી ઝઘડો થતાં જેની અદાવત રાખી આરોપી ધવલ તથા સદર આરોપી જયેશકુમાર બાબુભાઇ સોલંકી રહે.વાંસળી વાળા સાથે મળી કુંભારીયા છાપરા ગામની સીમમાં કુંભારી તળાવડીમાં મરણ જનારને માથાના ભાગે બંને આરોપીઓએ હાથમાં પથ્થર પકડી માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી આરોપી નં.૨ ભાઇ આરોપી નં.૩ હરેશકુમાર બાબુભાઇ સોલંકીને બોલાવતા મોટર સાયકલ લઇ આવી બંને આરોપીઓને પોતાના ઘરે વાંસળી લઇ જઇ સહ આરોપી મંગુબેન વા/ઓ બાબુભાઇ મગનભાઇ સોલંકી સાથે મળી ગુન્હો કરતી વખતે પહેરેલ કપડાં આરોપીઓના પોતાના ખેતરમાં બાળી નાંખી પુરાવાનો નાશ કરેલ હોવાનુ જણાઇ આવતા સદરહું ચારેય આરોપીઓને ધોરણસરની કાર્યવાહી કરી પકડી પાડવામાં આવેલ છે. આમ, ખુન જેવા ગુન્હામાં અજાણ્યા ઇસમ વિરૂધ્ધ આપેલ ફરીયાદમાં આરોપી શોધી કાઢવાની સફળતા મળેલ છે.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીના નામ :-
(૧) ભરત બી.બસીયા ના.પો.અધિ.સા.શ્રી મોડાસા વિભાગ મોડાસા
(૨) સી.પી.વાધેલા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોડાસા
(૩) એમ.જી.વસાવા I/C પોલીસ ઇનસ્પેકટર ભિલોડા પોલીસ સ્ટેશન
(૪) એ.બી.પરમાર પોલીસ સબ ઇન્સ ભિલોડા પોલીસ સ્ટેશન
(૫) ભિલોડા પોલીસ સ્ટાફ તથા એલ.સી.બી પોલીસ સ્ટાફ મોડાસા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *