Breaking NewsCrime

સુરતના ડિંડોલી વિસ્તારમાં મંડપ ડેકોરેશનના વેપારી પર ૪ અજાણ્યા ઇસમો દ્વારા જીવલેણ હેમલો કરવામાં આવ્યો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી…

રિપોર્ટિંગ આનંદ ગુરવ (સુરત)

  સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા નવાગામ ચિતા ચોકમાં ગતરોજના રાત્રે એક મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા  વેપારી પર ચાર હુમલાખોરોએ ચપ્પુથી હુમલો કરી 4 ઘા મારતા ભાગદોડ મચી ગઇ હતી. હપ્તો નહીં આપતા હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે. ભરત પાટીલને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. હુમલાખોરો સ્થાનિક હોવાનું હાલ બહાર આવ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક ટપોરીઓ ભરતભાઈ પાસે હપ્તા વસૂલીને લઈને ધાક ધમકી આપી રહ્યા હતા. ટપોરીઓએ હુમલો કરી ચપ્પુના ઘા મારી દેતા ડરનો માહોલ ઉભો થયો હતો. લોહીના ખાબોચિયામાં પડેલા ભરતભાઇને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડીંડોલી પોલીસે સીસીટીવી આધારે  આગળની તપાસ હાથ ધરી છે.

ડિડોલી માં ફરી લુખાતત્વો નો આતંક..

મંડપ ડેકોરેશન ના ધંધા સાથે સંકળાયેલા વ્યાપારી પર કર્યો હુમલો.

ભોગ બનાર ભરત તુકારામ પાટીલ નામના વેપારીપર કરાયો જીવલેણ હુમલો..

હુમલા ખોરે થોડા દિવસે પહેલા માંગયો હતો હપ્તો..

હપ્તો નહીં આપતાં કરાયો હુમલો

ઘટના ને લઈ  ડિડોલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *