રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
સુરતના અમરોલી વિસ્તારમા રૂપિયા ની લેતી દેતીમા મારામારીની ઘટન સામે આવી હતી..બે ગેંગ વચ્ચે ના સાગરીતો વચ્ચે મારામારી લોહિયાળ બની હતી..જેમાં એક ઈસમ પર ધારીયા અને લોખંડના સળિયા વળે હુમલો કરતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી હુમલાખોર ત્રણ ની ધરપકડ કરી હતી.
સુરત ના અમરોલી કોસાડમાં માથાભારે તત્ત્વો વચ્ચે ચાલી રહેલી આંતરિક લડાઇ વચ્ચે શનિવારે બપોરે જાહેરમાં એક યુવાનને લોખંડનો સળિયો અને ધારિયું મારી રહેંસી નાંખવાની કોશિશ કરવામાં આવતાં પોલીસ દોડતી થઇ હતી. સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં આ લોકો હાથમાં સળિયા અને અને ધારિયું લઇ દોડતા હતા.ઘટના ને પગલે આસપાસ ના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
કોસાડ આવાસમાં રહેતા અને ભૂતકાળમાં મારામારીના ગુનામાં ઝડપાઇ ચૂકેલા કાન્હુચરણ ઉર્ફે કાન્હા મનમોહન રાઉત ઉપર હુમલો થયો હતો.રૂપિયાની લેતી દેતિમાં હુમલો થયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
એક સમયે સાથે ફરતા પ્રકાશ ઉર્ફે ચૂચી મહેન્દ્રસિંહ રાજપૂત અને તેમના બે સાગરીતો શિવમ ઉર્ફે કાલી બેચુરામ કનોજીયા અને પ્રશાંત ઉર્ફે ટકલા બિહારી સંતોષ ચૌધરી કોસાડ ભરતેશ્વર મહાદેવ મંદિર પાસે શનિવારે બપોરે વોચ રાખીને બેઠો હતો.
તે દરમ્યાન કાન્હા ત્યાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ત્રણેય તેની હત્યાના ઇરાદે લોખંડ નો સળિયો અને,ધારિયું લઇ દોડ્યા હતા અને માથામાં ધારિયું મારી ગંભીર ઇજા પહોંચાડવાની સાથે હાથ પણ ફ્રેક્ચર કરી નાંખ્યો હતો.
ઘટના ને પગલે કાન્હા ને સ્મીમેરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.સાથે સાથે કાન્હાના મિત્ર રોહિત ઉર્ફે રાજા કૈલાસ પાંડેને પણ હુમલાખોર એ ફટકાર્યાનું બહાર આવતાં અમરોલી પોલીસ ત્યાં દોડી ગઇ હતી અને ત્રણેય વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો.આ મામલે અમરોલી પોલીસે તાત્કાલિક તપાસ કરી ત્રણ આરોપી ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી..
સુરત ના અમરોલી વિસ્તાર મા માથાભારે બે ગેંગ ના માણસો વચ્ચે મારામારી થઈ હતી સુરત ના અમરોલી વિસ્તાર મા રૂપિયા ની લેતી દેતી મા મારામારી ની ઘટના બે ગેંગ વચ્ચે ના સાગરીતો વચ્ચે મારામારી લોહિયાળ બની હતી..
એક ઈસમ પર ધારીયા અને લોખંડ ના સળિયા વળે હુમલો કરવામાં આવ્યો હતો પોલીસે હત્યાની કોશિશ નો ગુનો નોંધી હુમલાખોર ત્રણ ની ધરપકડ કરી હતી.