– દહેગામ તાલુકાનો કાર ચાલક આંબલીયારા આવી રહ્યો હતો ત્યારે ઓવર ટેક કરવા બાબતે માથાભારે શખ્સે કાર ચાલકને માર માર્યો
– ગામના યુવકે કાર ચાલકને હુમલાખોર શખ્સની ચુંગલમાંથી છોડવા જતાં તેને પણ માર માર્યો
– કાર ચાલક સહિત અન્ય યુવકો પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગયા ત્યારે પોલીસ સ્ટેશનની આગળ જ હુમલો કર્યો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
બાયડ તાલુકાના આંબલીયારા ગામે ગઈ કાલે દહેગામ તાલુકાનો એક યુવક તેની પત્ની સાથે કાર લઈને આંબલીયારા ખાતે આવી રહ્યો હતો ત્યારે ગામના એક શખ્સે ઓવરટેક કરવાની બાબતે કારચાલકને માર મારી ગાડીનો કાચ તોડી નાખ્યો હતો. ગામનો માથાભારે શખ્સ કાર ચાલકને મારમારી રહ્યો હતો ત્યારે આંબલીયારા ગામનો યુવક તેને છોડાવવા જતાં આ શખ્સે તેના ઉપર હુમલો કર્યો હતો. જેને લઇ કારચાલક તેમજ અન્ય લોકો આંબલિયારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસ મથક ની પાસે જ માથાભારે શખ્સે તેના સાગરીતો સાથે તલવાર અને લાકડીઓ વડે હુમલો કરતાં ધીંગાણું ખેલાયું હતું. જેને લઇ કારચાલક યુવકે 21 શખ્સો વિરુદ્ધ આંબલિયારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સામા પક્ષે હુમલો કરનાર યુવકે 9 લોકો સામે ફરિયાદ નોધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબલીયારા ગામે દહેગામ તાલુકાના નવા થંભાલિયા ગામનો યુવક ઉપેન્દ્રકુમાર અંબાલાલ પટેલ જે આંબલીયારા ખાતે પરણેલ છે. આ યુવક તેની પત્ની સાથે આંબલીયારા આવી રહ્યો હતો ત્યારે ગામમાં આવેલા અંબાજી મંદિરની પાસે ગામના હેમરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ નામના શખ્સે બાઈક વડે ઓવર ટેક કરી કાર ઊભી રખાવી બિભત્સ ગાળો બોલી કારની ચાવી લઇ લીધા બાદ અન્ય એક શખ્સને ફોન કરી બોલાવીને કાર ચાલકને મારઝૂડ કરતાં ત્યારે ત્યાંથી પસાર થતા મયંક રામાભાઈ પટેલ નામના યુવકે કાર ચાલકને હુમલાખોરો શખ્સની ચુંગલમાંથી છોડવા જતાં તેને પણ માર માર્યો હતો. જેના પગલે કાર ચાલક અને ગામના અન્ય યુવકો આંબલીયારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા જઈ રહ્યા હતા ત્યારે હુમલો કરનાર હેમરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને તેના અન્ય સાગરિતો તલવાર અને લાકડીઓ નહીં પોલીસ સ્ટેશન ની પાસે જ કારચાલક તેમજ અન્ય લોકો પર તૂટી પડ્યા હતા. દરમ્યાન પથિકકુમાર રામાભાઈ પટેલ નામના યુવકને હમાળખોરે માથાના ડાબા ભાગમાં તલવાર મારતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઝઘડા અંગેની જાણ થતાં જીતપુર ગામના સંબંધીઓ આંબલીયારા દોડી આવ્યા હતા ત્યારે તેઓની ઉપર પણ હેમરાજસિંહ તથા તેના સાગરીતોએ જીવલેણ હુમલો કર્યો હતો. ઉપરોક્ત હુમલાખોરોએ હુમલો કરતાં પોલીસ સ્ટેશનની પાસે જ ધિંગાણું ખેલાયું હતું. જેમાં મયંક તથા પથિક ઇજાગ્રસ્ત થયા છે જયારે અનિલ નામના યુવકનો મોબાઇલ હુલખોરોએ તોડી નાખ્યો હતો. આ અંગે કાર ચાલક ઉપેન્દ્રકુમાર અંબાલાલ પટેલે હેમરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, ઇન્દ્રપાલ સિંહ કિરીટસિંહ ચૌહાણ, જયરાજસિંહ વનરાજસિંહ ચૌહાણ, સુરજપાલ વનરાજ સિંહ, ચૌહાણ અનિરુદ્ધસિંહ ગજેન્દ્રસિંહ ચૌહાણ, કીર્તિસિંહ ચંદનસિંહ ચૌહાણ, યશપાલ કીર્તિસિંહ ચૌહાણ, ધવલસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, વનરાજસિંહ યશવંત સિંહ ચૌહાણ, દિગ્વિજયસિંહ ભારત સિંહ ચૌહાણ, જયરાજસિંહ ભારતસિંહ ચૌહાણ મોન્ટુ યુવરાજસિંહ ચૌહાણ, જયેન્દ્રસિંહ કનકસિંહ ચૌહાણ, શૈલેન્દ્રસિંહ કિશોરસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ કિશોરસિંહ ગોહિલ ઉર્ફે ભોપો, ગુરુદેવસિંહ હરપાલસિંહ ચૌહાણ, દિગ્વિજયસિંહ યુવરાજસિંહ ચૌહાણ ઉર્ફે દિગો, રજનીસિંહ નટવરસિંહ ચૌહાણ, ઇલેન્દ્રસિંહ ગોપાલસિંહ ચૌહાણ, નીલમબેન રજનીસિંહ ચૌહાણ તેમજ નીરવકુમાર શૈલેષભાઈ પ્રજાપતિ વિરુદ્ધ આંબલીયારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સામા પક્ષે 9 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.