Breaking NewsCrime

ભાવનગર જીલ્લા માંથી ક્યાંથી ઝડપાયો સરકારી અનાજનો જથ્થો

 

બ્યુરો ચીફ અલ્પેશ ડાભીભાવનગર

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના GIDC માંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો. પાલીતાણા મામલતદાર અને પુરવઠા અધિકારીને મળેલી બાતમીના આધારે GIDC માં રેડ કરી સરકારી અનાજનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી હતી. આ રેડ દરમિયાન અંદાજિત 14 હજાર કિલો જેટલાં ઘઉં અને ચોખા ઝડપાયા હતા. કોઈ જગ્યા પર થી સરકાર અનાજનો જથ્થો વેચાણથી લીધેલો હોવાની માહિતીના આધારે મામલતદારે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. આ સાથે અનાજનો જથ્થો ભરેલું એક આઇસર પણ ઝડપી લેવામાં આવ્યું છે. ડાયમંડ મારબલ નામના ગોડાઉનની આડમાં કૌભાંડ ચાલતું હતું. જેની જાણ પાલીતાણા મામલતદારને થતા સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચી તમામ જથ્થો ઝડપી પાડવામાં આવ્યું અને તપાસ હાથધરી હતી. જો કે સરકારી અનાજનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યું તે અંગે વધુ તપાસ બાદ ખુલવા પામશે. જે અંગે મામલતદાર દ્વારા પ્રાથમિક માહિતી આપતા જણાવાયું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 359

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *