પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ , ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા, બનાવટી ચલણી નોટો તથા હથિયારને લગતાં કેસો શોધી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
ગઇકાલ તા.૦૭/૦૯/૨૦૨૨નાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર,મહુવા ડિવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન રતાભાઇ ઉર્ફે રતો નાજાભાઇ ચોહલા રહે.ભરવાડ શેરી,મોટા ખુંટવડા તા.મહુવા જી.ભાવનગરવાળો ખુંટવડા-જેસર રોડ ઉપર આવેલ માલણ નદિનાં પુલ ઉપર તેનાં નેફામાં પિસ્ટલ રાખી ઉભો છે.જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં રતાભાઇ ઉર્ફે રતો નાજાભાઇ ચોહલા ઉ.વ.૨૬ ધંધો-ખેતી રહે.ભરવાડ શેરી,દુધેશ્વર મંદીરની બાજુમાં, મોટા ખુંટવડા તા.મહુવા જી.ભાવનગર*વાળો હાજર મળી આવેલ.તેનાં પેન્ટનાં કમરના ભાગે નેફામાંથી દેશી બનાવટની મેગ્જીનવાળી લાકડાનાં હાથામાં બે સ્ક્રુથી ફિટ કરેલ કાંટ લાગી ગયેલ પિસ્ટલનાં બેરલની લંબાઇ-૧૪ સે.મી તથા હાથાની લંબાઇ-૯ સે.મી. તથા ચાલુ હાલત ની પિસ્ટલનું મેગ્જીન ખાલી હોય. જે *પિસ્ટલની કિ.રૂ.૫,૦૦૦/- તથા તેનાં પેન્ટનાં ખિસ્સામાંથી 7.65 KF લખેલ જીવતાં કાર્ટીસ નંગ-૦૩ કિ.રૂ.૩૦૦/- તથા સીલ્વર કલરનો વીવો કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- ગણી કુલ રૂ.૧૫,૩૦૦/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.
આ પિસ્ટલ રતાભાઇને કયાંથી-કોની પાસેથી લાવેલ છો ? તે બાબતે પુંછતાં આ પિસ્ટલ તથા કાર્ટીસ તેને એકાદ વર્ષ પહેલાં અર્જુન લાલાભાઇ ચૌહાણ/ભરવાડ રહે.આખલોલ જકાતનાકા પાસે,ઇન્દિરાનગર, ભાવનગરવાળાએ આપેલ હોવાનું જણાવેલ.જે અંગે તેનાં વિરૂધ્ધ આર્મ્સ એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની વધુ કાર્યવાહી થવા માટે ખુંટવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયરાજસિંહ જાડેજા, અલ્તાફભાઇ ગાહા, ધર્મેન્દ્દસિંહ ગોહિલ,મહેશભાઇ કુવાડિયા (ડ્રાયવર)