Latest

જેસરના રાજપરા ગામે ઇકોલોજી કમિશન દ્વારા પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી તાલીમ કાર્યક્રમ યોજાયો

 

જેસર તાલુકાના રાજપરા ગામે ગુજરાત ઇકોલોજી કમિશન -ગાંધીનગર દ્વારા આયોજીત શિલ્પ ઓર્ગનાઇઝેશન સંચાલિત પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી જાગૃતિ તાલીમ કાર્યક્રમ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રાજપરા ગામે યોજવામાં આવેલ જેમાં ગાંધીનગર કચેરી સ્થિત દેવન મહેતા (GEC પ્રોગ્રામ ઓફિસર) એ જેસરના રાજપરા ગામના તાલીમ કાર્યક્રમની મુલાકાત લીધી અને તમામ સહભાગીઓને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી માટે માર્ગદર્શન આપ્યું હતુ અને તેની જાળવણી ની સમજણ આપવામાં આવી

આ કાર્યકમ ગુજરાત ઇકોલોજીક કમિશન બોર્ડ ગાંધીનગરના સભ્ય સચિવ મહેશસિંગ,સિનિયર પ્રોજેક્ટર ડાયરેકટર ડો.નિશ્ચલ જોશી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ જેમાં સંસ્થાના પ્રમુખ શિલ્પાબેન તાલીમકાર રેણુકાબેન,ભાવિનિબેન અને હિતેશભાઈ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં રાજપરા ગામના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *