Crime

અરવલ્લી જિલ્લામાં ચૂંટણી પહેલા બુટલેગરો સક્રિય

મોડાસાના દાવલી ગામની સીમમાંથી વિદેશી દારૂનો 23.68 લાખનો જથ્થો ઝડપાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં આગામી દિવાળીના તહેવારો અને વિધાનસભા ચૂંટણીના વાગી રહેલા પડઘમ વચ્ચે જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સક્રિય થઈ ગયા છે

વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ખડકી દેવા બુટલેગરો આકાશ પાતાળ એક કરી રહ્યા છે પરંતુ સ્થાનિક પોલીસ આ બાબતોથી હંમેશની જેમ અજાણ રહી છે!! જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રાટકી અહીંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે

મોડાસા તાલુકાના ડાવલી ગામની સીમમાંથી શામળાજી તરફથી આવતી એક ટ્રક માંથી સ્ટેટ મોડ્યુલેટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસના નાક નીચે રુપિયા 23.68 લાખની કિંમતનો 451 પેટી અંગ્રેજી શરાબ જપ્ત કરી સપાટો બોલાવ્યો છે

વિદેશી શરાબ સાથે કુલ રૂપિયા 34.7 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને દબોચી લીધો છે મુદ્દા માલ તથા આરોપીને મોડાસા ગ્રામ્ય પોલીસની હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

1 of 98

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *