ભરૂચ એલસીબીએ બાતમીના આધારે ભરૂચ નેશનલ હાઇવે ઉપર નબીપુરની વિરામ હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ચાલકને ૩૭.૫૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
ભરૂચ એલસીબીનો સ્ટાફ પ્રોહીબીશન કેસો શોધી કાઢવા માટે ભરૂચ હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન એલસીબીના પી.આઈ.ઉત્સવ બારોટને બાતમી મળી હતી કે ભરૂચ-વડોદરા નેશનલ હાઇવે ઉપર નબીપુર ઓવર બ્રિજની આગળ આવેલ વિરામ હોટલના પાર્કિંગમાં એક બંધ બોડીનું કન્ટેનર નંબર-આર.જે.૪૭.સી.૨૦૭૫ ઉભેલ છે જેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
પોલીસે શીલબંધ કન્ટેનરમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૭૫૧૨ બોટલ મળી આવી હતી પોલીસે ત્યાં હાજર ચાલકની પુછપરછ કરતા તે રાજેસ્થાનના અજમેરના રાણાતા ગામનો તેજારામ કીશનારામ મેધવાલ હોવાનું જણાવ્યું હતું અને આ વિદેશી દારૂનો જથ્થો ગોવાથી મનોજ નામના ઇસમેં ભરી આપી ગુજરાતમાં ખાલી કરવાનું જણાવ્યું હતું પોલીસે ૨૨.૫૩ લાખનો દારૂ અને ૧૫ લાખનું કન્ટેનર મળી કુલ ૩૭.૫૬ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.