bhavnagarBreaking NewsCrimeGujarat

ગંજીપત્તાના પાના તથા રોકડ રૂ.૫૬,૧૦૦/-સહિત કુલ રૂ.૧,૩૧,૧૦૦/-ના મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા કુલ-૦૬ શકુનીઓને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને સખત સુચના આપેલ.

ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન પો.હેડ કોન્સ.બાબાભાઇ હરકટ તથા પો.કો.એજાઝખાન પઠાણને બાતમી મળેલ કે,ઉમરાળા તાલુકાના લાખાવાડ ગામની સીમમાં રંઘોળા ડેમની બાજુમાં પડતર જગ્યામાં આવેલ બાવળની કાંટની ઓથે ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો જાહેરમા ગંજીપતાના પાના વડે પૈસા વતી તીનપતીનો હારજીતનો જુગાર રમે છે.જે બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો જાહેરમાં ગંજીપત્તાના પાના-પૈસાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ ઉમરાળા પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓઃ-
1. રવીરાજસિંહ ગીરવંતસિંહ ગોહિલ ઉ.વ.૩૧ રહે.સણોસરા તા.સીહોર જી.ભાવનગર
2. દીનેશભાઇ કુરજીભાઇ ચૌહાણ ઉ.વ.૪૧ રહે સણોસરા તા.સીહોર જી.ભાવનગર
3. વનરાજસિંહ ભીખુભા રાયજાદા ઉ.વ.૪૭ રહે સણોસરા તા.સીહોર જી.ભાવનગર
4. રમેશભાઇ જીણાભાઇ રાઠોડ ઉ.વ.૪૬ રહે.ઠોંડા તા.ઉમરાળા જી.ભાવનગર
5. પ્રેમસીંગભાઇ જીવાભાઇ કટારીયા ઉ.વ.૩૯ રહે.ઢસા (જં) તા.ગઢડા જી.બોટાદ
6. સંજયભાઇ હરસુરભાઇ સોયા ઉ.વ.૩૭ રહે.ઢસા(જં) તા.ગઢડા જી.બોટાદ

રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/- તથા રોકડ રૂ.૫૬,૧૦૦/-, મો.સા.-૦૩ કિ.રૂ.૭૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૩૧,૧૦૦/-નો મુદ્દામાલ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ,બાબાભાઇ હરકટ,એજાજખાન પઠાણ,કેવલભાઇ સાંગા,પ્રજ્ઞેશભાાઇ પંડયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

1 of 433

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *