bhavnagarBreaking NewsCrimeGujarat

સોના-ચાંદિના દાગીના તથા રોકડ સહિત કુલ રૂ.૨,૫૪,૬૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર વિસ્તારમાં ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર જિલ્લામાં થતી ઘરફોડ ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

આજરોજ તા.૨૧/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,આછા કેસરી કલરનો ચોકડીવાળો શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરીને અગાઉ ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ ભુરા દોલાભાઇ વાઘેલા રહે.ગરીબપરા હાલ-ભાવનગરવાળા સુભાષનગર,એરપોર્ટ રોડ ઉપર આવેલ બાલા હનુમાન મંદિર પાસે હાથમાં થેલીમાં સોના-ચાંદીના દાગીનાઓ તથા રોકડ રકમ રાખીને ઉભેલ છે.જે સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ તે કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.જેથી બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનો માણસ તેના કબ્જામાં રહેલ થેલીમાં નીચે મુજબના શંકાસ્પદ દાગીના તથા રોકડ સાથે હાજર મળી આવેલ.જે સોના-ચાંદીના દાગીના તથા રોકડ રાખવા અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.જેથી આ તમામ વસ્તુઓ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.જે અંગે આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.

પકડાયેલ આરોપીઃ-
ભુરા દોલાભાઇ વાઘેલા ઉ.વ.૨૯ ધંધો-મજુરી રહે.ઝુંપડામાં,સામ્રાજય પાર્ક સામે, સી.એન.જી. પંપ પાસે, રૂવા,જી.ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રૂ.૫૦૦/-ની ભારતીય દરની ચલણી નોટ નંગ-૨૫૧ રૂ.૧,૨૫,૫૦૦/-
2. સોનાની બુટ્ટી જોડ-૦૧ વજન-૪ ગ્રામ ૩૧૦ મીલીગ્રામ કિ.રૂ.૨૧,૦૦૦/-
3. સોનાની લેડિઝને પહેરવાની વીટી-૦૧ વજન-૧ ગ્રામ ૬૬૦ મીલીગ્રામ કિ.રૂ.૮,૩૦૦/-
4. સોનાની જેન્ટસને પહેરવાની વીટી-૦૧ વજન-૫ ગ્રામ ૮૦૦ મીલીગ્રામ કિ.રૂ.૨૯,૦૦૦/-
5. સોનાનો ગુલાબની ડિઝાઇનવાળો વજન-૧૦ ગ્રામનો સિક્કો-૦૧ કિ.રૂ.૬૧,૦૦૦/-
6. ચાંદીનો કંદોરો નંગ-૧ વજન-૩૩ ગ્રામ ૪૦૦ મીલીગ્રામ કિ.રૂ.૧,૫૦૦/-
7. ચાંદીની વાટકી નંગ-૦૧ વજન-૧૬ ગ્રામ.૯૦૦ મીલીગ્રામ કિ.રૂ.૯૬૦/-
8. ચાંદીના ઘુઘરા નંગ-૦૨ વજન-૩૦ ગ્રામ ૫૦૦ મીલીગ્રામ કિ.રૂ.૧,૫૫૦/-
9. ચાંદીના ઝાંઝરી નાની જોડ-૦૧ વજન-૨૧ ગ્રામ કિ.રૂ.૮૦૦/-
10. ચાંદીના કડલી નંગ-૦૮ વજન-૩૨ ગ્રામ ૮૦૦ મીલીગ્રામ કિ.રૂ.૧,૬૪૦/-
11. ચાંદીના લક્ષ્મીજીની મુર્તિ નંગ-૦૧ વજન-૧૨ ગ્રામ કિ.રૂ.૬૦૦/-
12. ચાંદીની નાની લક્કી નંગ-૦૧ વજન-૫ ગ્રામ કિ.રૂ.૨૫૦/-
13. ચાંદીના સિક્કા નંગ-૦૩ વજન-૩૧ ગ્રામ ૮૦૦ મીલીગ્રામ કિ.રૂ.૧,૮૦૦/-
14. ચાંદીનો કળશવાળો સિક્કો નંગ-૦૧ વજન-૭ ગ્રામ કિ.રૂ.૨૪૦/-
15. જર્મન સીલ્વર ધાતુના નાની થાળી-૦૧,ચમચી-૦૧,વાટકી-૦૨ તથા ગ્લાસ-૦૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૨,૫૪,૬૪૦/-નો મુદ્દામાલ

શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ- ઘોઘા રોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૬૨૩૨૩૦૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ- ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ-
1. ભાવનગર,વરતેજ પો.સ્ટે. ગુ.ર.નં.૪૫/૨૦૧૪ જી.પી.એકટ કલમઃ-૧૨૨ સી,ડી મુજબ
2. ભાવનગર,ઘોઘા રોડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૪૭૬/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૧૮૮,૨૬૯,૨૭૦ મુજબ
3. રાજકોટ ગ્રામ્ય, આટકોટ પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૨૬/૨૦૨૦ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૩૮૦,૧૧૪,૫૧૧ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા, પોલીસ કર્મચારીઓ અનિરૂધ્ધસિંહ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઇ ગોહિલ, સંજયભાઇ ચુડાસમા, અનિલભાઇ સોલંકી, રાજુભાઇ બરબસીયા, પ્રજ્ઞેશભાઇ પંડયા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા પીએનઆર શાહ મહિલા કોલેજની વિદ્યાર્થીની બેહાનો રનર્સ અપ બની પાલીતાણા તેમજ પાલીતાણા કોલેજનું નામ રોશન કર્યું

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ કબડી બહેનોની સ્પર્ધા…

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

1 of 386

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *