bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર જિલ્લાના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પોકસોના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી છેલ્લાં ચાર મહિનાથી પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ દ્વારા ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

જે અનુસંધાને ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો.સંજયસિંહ ઝાલા તથા અલ્ફાઝભાઇ વોરાને સંયુકત રીતે બાતમી મળેલ કે,ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પોકસોના ગુન્હામાં પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામના કેદી સાગર શાંતીભાઇ શાહ રહે.દેવરાજનગર,ભાવનગર વાળા થોરડી ગામના બસ સ્ટેન્ડ પાસે હાજર છે.જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના કેદી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવેલ.

પાકા કામના કેદી:-સાગર શાંતીભાઇ શાહ ઉ.વ.૨૭ રહે.શહેર ફરતી સડક, નંદકુંવરબાગ કોલેજની સામે, હનુમાનનગર, દેવરાજનગર, ભાવનગર

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર,તથા સ્ટાફના ભહિપાલસિંહ ચુડાસમા,સંજયસિંહ ઝાલા,અલ્ફાઝ વોરા,મજીદભાઇ શમા,પ્રજ્ઞેશભાઇ પંડયા,હસમુખભાઇ પરમાર,મહેશભાઇ કુવાડિયા જોડાય હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

1 of 104

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *