bhavnagar

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેઓ પોતાના ખેતરમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના વિવિધ પાક, શાકભાજી, અનાજ અને કઠોળનું ઉત્પાદન મેળવે છે સંજયસિંહ ગોહિલ જણાવે છે કે રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને પાકમાં રોગ જીવાત આવે છે.

પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી તેમના પાકમાં કોઈ રોગ આવતો નથી, જેના કારણે દવા છાંટવાની જરૂર પડતી નથી. તેમણે ઉમેર્યું કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પકવેલા પાકમાં વજન પણ વધુ આવે છે.સંજયસિંહ માત્ર ગુણવત્તાયુક્ત પાક જ પકવતા નથી,પરંતુ તેનું સ્માર્ટ માર્કેટિંગ પણ કરે છે.તેઓ પોતાની મોબાઈલ વાન લઈને ધોળા, ઉમરાળા,વલ્લભીપુર તેમજ ભાવનગર અને તેની આસપાસના ગામોમાં સીધા ગ્રાહકો સુધી તાજા શાકભાજી,અનાજ અને કઠોળ પહોંચાડે છે.

આ વ્યવસ્થાથી ગ્રાહકોને પ્રાકૃતિક ખેત પેદાશો વાજબી ભાવે મળે છે.તેમના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા એટલી ઉત્કૃષ્ટ છે કે બજારમાં આવતાની સાથે જ માત્ર ૨ થી ૩ દિવસમાં તમામ ઉત્પાદન વેચાઈ જાય છે. હાલમાં તેમના ખેતરના ઘઉં, બાજરી અને રોજેરોજના તાજા શાકભાજી ખરીદવા માટે ગ્રાહકો તરફથી એડવાન્સમાં બુકિંગ થઈ રહ્યું છે.

ગ્રાહકો પણ આ શુદ્ધ અને સાત્વિક ખોરાકથી અત્યંત સંતુષ્ટ છે.
ગ્રાહક તરીકે જોડાયેલા વૃદ્ધો ખુશી વ્યક્ત કરતા કહે છે કે,”સંજયસિંહના ખેતરના અનાજ અને શાકભાજી ખાવાથી અમને અમારા બાળપણનો, એટલે કે ૪૦ વર્ષ જૂનો અસલી સ્વાદ અને સુગંધ ફરી ચાખવા મળ્યા છે.”ધરતીમાતાના સ્વાસ્થ્ય અને માનવ જીવનને રોગોથી બચાવવા માટે સંજયસિંહ ગોહિલે અન્ય ખેડૂત ભાઈઓને પ્રેરણાદાયી અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે રાસાયણિક ખેતી એ અસંખ્ય રોગોનું ઘર છે.જો આપણે આપણી આવનારી પેઢીને તંદુરસ્ત રાખવી હોય તો ઝડપથી રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 81

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *