પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,પેરોલ ફર્લો સ્કોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર તથા શિહોર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,નટુભાઈ જોધાભાઈ બારૈયા તથા હરદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે.બન્ને મહુવા વાળાઓ ભાવનગર શહેરમાં આર.ટી.ઓ. સર્કલ જાહેર રોડ ઉપર ઉભા રહીને તેઓના મોબાઈલ ફોનમાં ઓનલાઇન એપ્લીકેશન ડાઉનલોડ કરી URBAN999.COM નામની આઇ.ડી.માં હાલમાં ચાલતી SYLHET STRIKERS VS CHATTOGRAM CHALLENGERS વચ્ચે તેમજ આરોપી નિકુંજભાઇ ભરતભાઇ પરમાર રહે.શિહોર,વાળો શિહોર તાલુકા પંચાયત સામે તેના ફોનમાં રાધે એચેન્જ તેમજ આર્મી ૭૭૭૭ નામની આઇ.ડી.માં બાંગ્લાદેશની પ્રિમીયમ લીગની Dhanka vs Shiyalaj વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ મેચના સોદા કરી હારજીતનો જુગાર રમે છે.જે માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં ઈસમો ક્રિકેટ મેચ ઉપર હારજીતનો સટ્ટો રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ ભાવનગર શહેરના નિલમબાગ તથા શિહોર પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હાઓ દાખલ કરાવવામાં આવેલ.
આરોપીઓ:-
1. નટુભાઇ જોધાભાઇ બારૈયા ઉવ.૩૭ રહે.પ્લોટ નં.૧૪, ભારતનગર, મહુવા
2. હરદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉવ.૨૯ રહે.વિજયનગર, વી.ટી.નગર પાસે, મહુવા
3. નિકુંજભાઇ ભરતભાઇ પરમાર ઉવ.૪૦ રહે.દીપસંગ ફલેટ, તાલુકા પંચયત સામે, શિહોર, જી.ભાવનગર
રેઇડ દરમિયાન કબ્જે કરેલ મુદ્દામાલ-
1. મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૪૫,૦૦૦/-
2. ભારતીય દરની રૂ.૧૦૦ x ૨ કુલ રૂ.૨૦૦/-ની ચલણી નોટો મળી કુલ કિ.રૂ.૪૫,૨૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ શ્રી કે.એમ.પટેલ,તથા દીપસંગભાઇ ભંડારી,અરવિંદભાઇ મકવાણા,ભૈરવભાઇ ગઢવી,હરેશભાઇ ઉલ્વા,હીરેનભાઈ સોલંકી,હારીતસિંહ ચૌહાણ,બળદેવભાઈ મકવાણા,ઇમ્તીયાઝભાઈ પઠાણ,અલ્ફાઝભાઈ વોરા,હસમુખભાઈ મકવાણા,હરિચંન્દ્રસિંહ ગોહીલ વગેરે જોડાયાં હતાં.