પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી /માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૦૧/૦૬/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, હરદેવ નરેશભાઇ ગોહિલ રહે.વડવા,ભાવનગરવાળા તેના કબ્જા-ભોગવટાની સફેદ કલરની મારૂતિ ઇકો કાર રજી નં.GJ-04-EE-3128માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી જુની માણેકવાડી, દેરાસર પાસેથી પસાર થઇને જવાના છે. જે બાતમી આધારે વોચમાં રહેતાં કારમાંથી નીચે મુજબના માણસો તથા ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો સાથે હાજર મળી આવેલ. તેઓના વિરૂધ્ધ ભાવનગર, ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઓ:-
1. હરદેવ નરેશભાઇ ગોહિલ ઉ.વ.૨૫ ધંધો-રી.ડ્રા. રહે.રૂમ નંબર-૩૦૧, શિવ દર્શન ફલેટ, ચાવડી ગેટ, વડવા, ભાવનગર
2. કિશન ભુપતભાઇ સોલંકી ઉ.વ.૨૭ ધંધો-ફેબ્રીકેશન રહે.સાંઇઠ ફળી, કરચલીયા પરા,ભાવનગર
3. કલ્પેશ નાથાભાઇ કોતર રહે.સીદસર, ભાવનગર (પકડવાના બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રોયલ ચેલેન્જ પ્રિમીયમ ગોલ્ડ વ્હીસ્કી ફોર સેલ ઇન ઉત્તરાખંડ ઓન્લી લખેલ પેટી-૨૦માં ભરેલ ૧૮૦ ML બોટલ નંગ-૯૬૦ કિ.રૂ.૨,૯૯,૫૨૦/-
2. ઓલ સીઝન્સ રેર રીઝર્વ વ્હીસ્કી ફોર સેલ ઇન ઉત્તરાખંડ ઓન્લી તથા નોટ ફોર સેલ ઇન પંજાબ લખેલ પેટી-૧૬માં ભરેલ ૧૮૦ ML બોટલ નંગ-૭૬૮ કિ.રૂ.૨,૫૮,૦૪૮/-
3. સફેદ કલરની મારૂતિ સુઝુકી કંપનીની ઇકો કાર રજી.નંબર- GJ-04-EE-3128 કિ.રૂ.૩,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૮,૫૭,૫૬૮/-નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, વિઠ્ઠલભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા