bhavnagarCrime

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અલંગ પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.પી શ્રી ગૌતમ પરમાર  તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ  તથા મહુવા ડિવીઝનના મદદનીશ પોલીસ અધીક્ષકશ્રી અંશુલ જૈન  નાઓએ પ્રોહિબિશન તથા જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હતી.

જે અન્વયે અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી આર.એ.વાઢેર નાઓની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેમ્બલ રાજપાલસિંહ ગોહિલને મળેલ ચોક્કચ બાતમી હકીકત આધારે અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગરીબપુરા ગામ સોનાધાર તળાવના કાઠે પડતર બાવળની કાંટમા ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજીપતાના પાનાથી જુગાર રમતા કુલ ૦૩ ઇસમોને રોકડા રુપિયા-૧૫,૧૦૦/- તથા જુગારના સાહિત્ય સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

પકડાયેલ આરોપીઓ-

(૧) વેલજીભાઇ મોહનભાઇ સોલંકી ઉ.વ.૪૮ રહે. ગરીબપુરા તા.ઘોઘા, જી.ભાવનગર. (૨) દેવાયતભાઇ દડુભાઈ મોભ ઉ.વ.૩૫ રહે.ગરીબપુરા તા.ઘોઘા, જી.ભાવનગર

(૩) નાનજીભાઈ હરજીભાઇ દિહોરા ઉ.વ.૫૦ રહે.ગોરીયાળી (રામપરા) તા.ઘોઘા જી.ભાવનગર

કામગીરી કરનાર ટીમ-

આ સમગ કામગીરીમાં અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી આર.એ.વાઢેર ની સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. આર.ટી.ગોહિલ તથા પો.કોન્સ. કિશોરભાઈ ઓઘડભાઇ તથા ઉપેન્દ્રભાઈ રણજીતભાઇ ટાંક તથા જગાભાઈ પ્રેમજીભાઇ તથા ઘનશ્યામસિંહ જયરાજસિંહ ગોહિલ તથા તેજપાલસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 148

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *