કપિલ પટેલ દ્વારા અરવલ્લી
વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના ધ્વિસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષના લોકો ચૂંટણી જીતવા માટે અનેક પ્રકારનું જોર લગાવી રહ્યા છે. મતદારો તેમજ કાર્યકર્તાઓને રિઝવવા માટે દારૂ પાર્ટીઓ પણ થતી હોય છે જેના કારણે પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે.અરવલ્લી એલસીબી પોલીસે ચૂંટણી પહેલા બે વાહ્નમાંથી અધધ 16 લાખથી વધુનો દારૂ જપ્ત કરી બે બુટલેગરોને દબોચી લીધા હતા
અરવલ્લી જીલ્લા પોલીસવડા સંય ખરાતના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે ટીંટોઈ છૂટા ગામ નજીક ડમ્પરમાંથી 15.10 લાખનો વિદેશી દારૂ સહીત 25 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક બુટલેગરને દબોચી લીધો હતો મેઘરજના તુંબલીયા ગામ નજીક બોલેરો જીપમાંથી 106 લાખનો વિદેશી દારૂ સહીત 6.06 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખેપિયાને ઝડપી લીધો હતો
અરવલ્લી જીલ્લા પોલીસે ચૂંટણીમાં દારૂની રેલમછેલ અટકાવવા દોડાદોડી કરી રહ્યું છે બુટલેગરો અંતરિયાળ માર્ગે લાખ્ખો
રૂપિયાનો વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ બન્યા છે
જીલ્લા એલસીબી પોલીસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના કૂટા નજીક બાતમીના આધારે ડમ્પર ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-6108 કીં.3.1510050/-નો જથ્થો જપ્ત કરી વિદેશી દારૂ,અને ટ્રક મળી 3.25.10 લાખથી વધુના મુદ્દામાલ સાથે ડમ્પર ચાલક કાનારામ ઉર્ફે કિશન મોહનરામ જાટ (રહે,બેરાથલ કલ્લા- રાજસ્થાન) ને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા