Crime

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૪૪ કિ.રૂ.૧,૩૩,૨૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી તથા પેરોલ. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્દેશભાઇ પંડયાને સંયુકત બાતમીરાહે માહિતી મળેલ કે, શિહોર,દેવગાણા, ગોપાલ આશ્રમની સામે બાવળની કાંટમાં મુકેશભાઇ ઉર્ફે મુન્નો રમણીકભાઇ સોલંકી રહે.શિહોર તથા મયુરભાઇ દિપસંગભાઇ ચૌહાણ રહે.દેવગાણા, તા.શિહોર જી.ભાવનગરવાળાએ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે.જે માહિતી આધારે તપાસ કરતા ઉપરોકત બંને ઇસમો કે અન્ય કોઇ ઇસમો હાજર મળી આવેલ નહિ. તે જગ્યાએથી નીચે મુજબનાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો મળી આવેલ. તેના વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
બેગપાઇપર ડિલકસ વ્હીસ્કી ૭૫૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૪૪૪ કિ.રૂ.૧,૩૩,૨૦૦/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા,  પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, હરેશભાઇ ઉલ્વા, ભદ્દેશભાઇ પંડયા, તરૂણભાઇ નાંદવા, પીનાકભાઇ બારૈયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 96

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *