શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ નગરી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. આ નગરીમાં દારૂનુ દૂષણ દિવસે દીવસે વધી રહ્યો છે પરંતુ પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે માથાભારે તત્વો કોઈને કોઈ રીતે દારૂનો વેપલો કરી રહ્યા છે અને અંબાજી પોલીસ દારૂ બાબતે નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે
ચોક્કસપણે કહી શકાય છે કે અંબાજીમાં માંગો ત્યારે દારૂ મળી રહે છે દૂધની ડેરીમાં દૂધ ખતમ થઈ જાય પણ દારૂ વેચાણ ક્યારેય ખતમ થતો નથી તેવી ચર્ચાઓએ જોર પકડ્યો છે ત્યારે એલસીબીને પણ ફરતા ફરતા મોર મળ્યો હોય તે રીતે બુધવાર રાત્રે વિદેશી દારૂની ગાડી પકડી હતી અને આ ગાડી પકડતા અંબાજી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
વાત કરવામાં આવે તો એક ટવેરા ગાડી આબુરોડ થી અંબાજી તરફ આવી રહી હતી ત્યારે ગબ્બર અંબાજી વિસ્તારમાં એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમણે સફેદ કલરની ટવેરા ગાડી શંકાસ્પદ લાગતા અટકાવી ગાડી રોકાવી હતી અને તેમાં તપાસ કરતા 162 નંગ વિદેશી દારૂની બોટલો જેની કુલ કિંમત ₹ 2,44,785 રૂપિયા થાય છે. ત્યારબાદ આ ગાડી ને અંબાજી પોલીસ મથકે લાવવામાં આવી હતી અને કાયદેસરનો કેસ કરવામાં આવ્યો હતો. આ એલસીબી પોલીસે દારૂની ગાડી પકડતા અંબાજી પોલીસ અને છાપરી પોલીસ સામે સવાલો ઊભા થયા છે.
@@ અંબાજીમાં દૂધની ડેરીમાં દૂધ ખતમ થઈ જાય પણ દારૂ ક્યારેય ખતમ થતો નથી!!!!@@
અંબાજીમાં ચાલતી ચર્ચા મુજબ અંબાજી દૂધની ડેરીમાં દૂધ ખતમ થઈ જાય પણ અંબાજીના અલગ અલગ વિસ્તારોમાં વિદેશી દારૂ અને ડીલેવરી કરતા તત્વો વધારે સક્રિય બન્યા છે અને અંબાજીમાં પણ બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે, તો પોલીસ તંત્ર આ બાબતે કેમ સક્રિય બનતુ નથી તે ચર્ચાઓ ચાલી રહી છે.
રિપોર્ટ… અમિત પટેલ અંબાજી