Breaking NewsCrimeGujarat

સોના-ચાંદિના દાગીના તથા રોકડ સહિત કુલ રૂ.૮૯,૯૯૯/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી ઘરફોડ ચોરીના કુલ-૬ ગુન્હાઓ શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર શહેર વિસ્તારમાં છેલ્લાં બે મહિનાથી બંધ રહેણાંક ફલેટમાં દિવસની ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર જિલ્લામાં થતી ઘરફોડ ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

આજરોજ તા.૦૧/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો મહુવા શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ.ભદ્રેશભાઇ પંડ્યા તથા તરૂણભાઇ નાંદવાને બાતમી મળેલ કે,કાળા કલરનો શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ માણસ ચોરીના ઘરેણા તથા મોબાઇલ ભરેલ થેલી લઇને લઇને ઉભેલ છે.જેથી મહુવા જનતા પ્લોટ માસુમભાઇની વાડી પાસે આવતાં નીચે મુજબનો માણસ તેના કબ્જામાં રહેલ થેલીમાં નીચે મુજબના શંકાસ્પદ દાગીના તથા રોકડ સાથે હાજર મળી આવેલ.જે સોના-ચાંદીના દાગીના તથા રોકડ રાખવા અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.જેથી આ તમામ વસ્તુઓ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

પકડાયેલ આરોપીઃ

રાજુભાઇ સોંડાભાઇ પરમાર ઉ.વ.૩૬ ધંધો-હિરાકામ રહે.જનતા પ્લોટ,ભાણાભાઇ રૂખડભાઇનો ખાચો,મહુવા, જી.ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ

1. સોનાની બુટી નંગ-૨ વજન ૦૨.૦૭૦ ગ્રામ કિ.રૂ.૨૦,૦૦૦/-

2. ચાંદીનો હાથમા પહેરવાનો સોનાનો ગીલેટ (વરખ) ચડાવેલ બાજુ નંગ-૧ વજન ૨૧.૫૦૦ ગ્રામ કિ.રૂ.૪,૦૦૦/-

3. ચાંદીનો કમરનો જુડો નંગ-૧ વજન-૪૭.૫૦૦ ગ્રામ કિ.રૂ.૫,૦૦૦/-

4. ચાંદીની માથામાં પહેરવાની પીન નંગ-૨ વજન-૧૧.૫૦૦ ગ્રામ કિ.રૂ.૨,૦૦૦/-

5. ચાંદીનો પોચો નંગ-૧ વજન-૧૭.૫૦૦ ગ્રામ કિ.રૂ.૧,૦૦૦/-

6. સોનાની પેન્ડલ નંગ-૨ વજન-૦૦.૪૦૦ ગ્રામ કિ.રૂ.૬૦૦૦/-

7. ચાંદીની પગમા પહેરવાની જાંજરી નંગ-૪ તથા ચાંદીની ધાતુની પગમા પહેરવાના બોરીયા નંગ-૪ વજન ૧૦૧.૫૦૦ ગ્રામ કિ.રૂ.૪,૫૦૦/-

8. રીયલ મી કંપનીનો કાળા કલરનો સી-૨૧ મોબાઇલ ફોન કિ.રૂ.૭,૦૦૦/-

9. રીયલ મી કંપનીનો સીલ્વર કલરનો સી-૧૨ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૫૦૦/-

10. રીયલ મી કંપનીનો વાદળી કલરનો મોબાઇલ ફોન કિ.રૂ.૯૯૯૯/-

11. વાદળી કલરનો એમ.આઇ. કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/-

12. રોકડ રૂ.૧૫,૦૦૦/- મળી કુલ રૂ.૮૯,૯૯૯/-નો મુદ્દામાલ

શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-

1. મહુવા ગ્રામ્ય પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૭૦૨૩૦૦૬૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૮૦,૪૫૪ મુજબ

2. મહુવા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૩૧૨૨૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ- ૩૭૯ મુજબ

3. મહુવા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૩૧૨૩૦/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ- ૩૭૯ મુજબ

4. મહુવા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૩૧૨૩૨/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ- ૩૮૦,૪૫૪ મુજબ

5. મહુવા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૩૧૨૩૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ- ૩૮૦,૪૫૪ મુજબ

6. દાઠા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૪૨૩૦૨૯૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ- ૩૮૦,૪૫૪ મુજબ

આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ-

1. સુરત શહેર, કાપોદરા પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૫૭/૨૦૧૮ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

2. સુરત શહેર, અમરોલી પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૪૨/૨૦૧૮ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

3. સુરત શહેર, વરાછા પો.સ્ટે. ગુ.ર.નં.૧૦૭૩/૨૦૨૦ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૩૮૦ મુજબ

પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,સ્ટાફનાં અશોકભાઇ ડાભી,તરૂણભાઇ નાંદવા,ભદ્રેશભાઇ પંડયા,મહેન્દ્રસિંહ સરવૈયા,પીનાકભાઇ બારૈયા,પ્રજ્ઞેશભાઇ પંડયા વગેરે જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 375

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *